Site icon સોહમ 24 ન્યુઝ

સપોર્ટ : ટીબીના સફાયા માટે સરકારની મોટી પહેલ, જુનમાં શરુ થશે વિશેષ પ્રોગ્રામ, દર્દીઓને મળશે આ વધારાના લાભ

સપોર્ટ : ટીબીના સફાયા માટે સરકારની મોટી પહેલ, જુનમાં શરુ થશે વિશેષ પ્રોગ્રામ, દર્દીઓને મળશે આ વધારાના લાભ

ટીબીના દર્દીઓ માટે કેન્દ્ર સરકારે જુન મહિનામાં એક ખાસ પ્રોગ્રામ શરુ કરવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.

Google News Follow Us Link

2025 સુધીમાં દેશમાંથી ટીબીના રોગને જળમૂળથી સફાયો કરવા માટે સરકાર ટૂંક સમયમાં એક પ્રોગ્રામ શરુ કરી રહી છે જે હેઠળ લોકો અને સંસ્થાઓ બ્લોક, વોર્ડ અને દર્દીઓને અંગત રીતે સ્વીકારી શકશે અને ટીબીના દર્દીઓને પોષણક્ષમ ભોજન અને સારવાર તથા બીજી જરુરી મદદ આપશે.

https://twitter.com/PTI_News/status/1526120323388960768?ref_src=twsrc%5Etfw

ટીબીના દર્દીઓને કમ્યુનિટી સપોર્ટ પૂરો પાડવામાં આવશે 

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાઠવેલા પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એવું જણાવ્યું છે કે તમામ રાજ્યોએ તેના તમામ જિલ્લા અને બ્લોક લેવલે મિશન મોડમાં ટીબીના દર્દીઓને કમ્યુનિટી સપોર્ટ પૂરો પાડવા માટેની તૈયારીઓ હાથ ધરે.

જુનના પહેલા અઠવાડિયામાં ટીબીના દર્દીઓ માટે નવો પ્રોગ્રામ શરુ થશે 

જુનના પહેલા અઠવાડિયામાં આ પ્રોગ્રામ શરુ થવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ એક સરલીકરણ તંત્ર સ્થાપિત કરવામાં આવશે જેથી કરીને ચૂંટાયેલા પ્રતિનિધઇઓ અને બિન સરકારી સંગઠનો, વ્યક્તિઓ (જાહેર અને ખાનગી) ટીબીને ખતમ કરવાના પ્રયાસોને ટેકો આપશે. ટીબીના દર્દીઓને ઓછામાં ઓછા એક વર્ષ સુધી આવા પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

દર્દીઓને હાલ મળતી સારવાર પર કોઈ અસર નહીં પડે 

તમામ રાજ્યો સાથે કેન્દ્ર દ્વારા શેર કરવામાં આવેલા ગાઈડન્સ ડોક્યુમેન્ટમાં એવું જણાવાયું છે કે એવા તમામ ટીબીના દર્દીઓ કે જેઓ સૂચિત થયેલા છે અને જેમની સારવાર હજુ સુધી અપડેટ કરાઈ નથી તેમને હાલના ટીબીના દર્દીઓ તરીકે ગણવામાં આવશે અને કેન્દ્રની નવી પહેલ હેઠળ કમ્યુનિટી સપોર્ટ મેળવવાની મંજૂરી માટે તેમનો સંપર્ક સાધવામાં આવશે. કમ્યુનિટી સપોર્ટ પ્રોગ્રામ હેઠળ ટીબીના દર્દીઓને એવી ચોઈસ આપવામાં આવશે કે તેઓ પ્રોગ્રામ હેઠળ નોંધાવવા માગે છે કે નહીં અને જો તેઓ નોંધાવા માગતા હોય તો તેમને હાલમાં મળતી સેવાઓ પર કોઈ અસર નહીં થાય. ત્યાર બાદ હેલ્થ વર્કર દર્દીઓ પાસેથી મંજૂરી  માગશે અને તેમને એક ફોર્મ ભરવા આપશે. હેલ્થ સ્ટાફના પોર્ટલ Nikshay (Ni=End, Kshay=TB) પર મંજૂરીનું સ્ટેટટ જોઈ શકશે.

મનોરંજન / VIDEO: શુટિંગ દરમિયાન યુવકને ધડાધડ મુક્કા મારતા સમયે એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાને વાગી ગયો કાચ, સામે આવ્યો એક્શન વીડિયો

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી 

Google News Follow Us Link

Exit mobile version