Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર: ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ખર્ચ નિરીક્ષકોની સમીક્ષા બેઠક યોજાઈ

Surendranagar – ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ખર્ચ નિરીક્ષકોની સમીક્ષા બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર: ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ખર્ચ નિરીક્ષકોની સમીક્ષા બેઠક યોજાઈ

Google News Follow Us Link

ભારતીય ચૂંટણી પંચ દ્વારા સુરેન્દ્રનગર ખાતે નિમાયેલા ખર્ચ નિરીક્ષકશ્રીઓ શ્રી શિવપ્રતાપ સિંઘ અને શ્રી પિજુષ મુખર્જીએ આજે કલેક્ટર કચેરી સભાખંડ, સુરેન્દ્રનગર ખાતે ચૂંટણી ખર્ચ નિરીક્ષણની વ્યવસ્થાને લઈને સમીક્ષા બેઠક યોજી હતી.

નિરીક્ષકશ્રીઓએ બેઠકમાં જિલ્લાનાં વિધાનસભા મતવિસ્તારોમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ને ધ્યાને લઈ ગોઠવાયેલી ખર્ચ મોનિટરિંગની વ્યવસ્થા અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવતા જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.

ખર્ચ નિરીક્ષણને લગતી કામગીરીની વિગતો રજૂ કરાઈ

બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી કેયુર સંપટ તથા ખર્ચ નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રકાશ મકવાણા દ્વારા જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તાર વાર હાથ ધરવામાં આવેલ ખર્ચ નિરીક્ષણને લગતી કામગીરીની વિગતો રજૂ કરાઈ હતી. ખર્ચ નિરીક્ષકશ્રીઓએ તમામ વિધાનસભા મતવિસ્તારનાં અલગ-અલગ પ્રકારના ખર્ચ નિરીક્ષક અંતર્ગત કામ કરતા વી.એચ.સી., વી.વી.સી., વિડીયો સર્વેલન્સ, ફ્લાઇંગ સ્કવોડ, જિલ્લામાં કાર્યરત ચેકપોસ્ટ, પોલીસ ટીમ વગેરેની ઝીણવટભરી માહિતી મેળવી હતી.

સુરેન્દ્રનગર સરકારી વિશ્રામગૃહ-અતિથિગૃહનાં ઉપયોગ અંગે પ્રતિબંધાત્મક હુકમો કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

અધિકારીઓ-કર્મચારીઓને વિસ્તૃત માર્ગદર્શન

એકાઉન્ટિંગ ટીમનાં સભ્યોની તાલીમ, શિફ્ટ, જપ્તીની પ્રક્રિયા અને મર્યાદા સહિતની બાબતો અંગે નિરીક્ષકશ્રીઓએ નિમાયેલા અધિકારીઓ-કર્મચારીઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ચોટિલા અને ધ્રાંગધ્રા વિધાનસભા મતવિસ્તારનાં ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રી મુખર્જીએ જણાવ્યું હતું કે ન્યાયી અને મુક્ત વાતાવરણમાં ચૂંટણીઓ યોજાય તે માટે ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલ મર્યાદામાં ખર્ચ થાય અને ધનનો દુરૂપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવું અતિ આવશ્યક છે. આપણે સૌ હાલ ચૂંટણી પંચનો ભાગ છીએ ત્યારે સૌ સતર્ક અને જાગૃત રહી ચૂંટણીને લગતી ફરજો બજાવીએ તે જરૂરી છે.

ચૂંટણી ખર્ચ નિરીક્ષક

C-VIGIL એપ્લિકેશન પર આચારસંહિતાને લગતી કોઈપણ ફરિયાદ કરવામાં આવશે તો આગામી 100 મિનિટમાં આ ફરિયાદ પરત્વે ત્વરિત કાર્યવાહી હાથ ધરી તેનો નિકાલ લાવવામાં આવશે તેમ પણ જણાવાયું હતું. દસાડા, લિંબડી અને વઢવાણ વિધાનસભા મતવિસ્તારનાં ચૂંટણી ખર્ચ નિરીક્ષક તરીકે નિમાયેલા શ્રી શિવપ્રતાપ સિંઘે ખર્ચ નિયંત્રણ કામગીરી આદર્શ રીતે થઈ શકે તે માટે અધિકારીઓને ચૂંટણી પંચની માર્ગદર્શિકાને ચુસ્તપણે અનુસરવા તેમજ કામગીરી વ્યવસ્થાપનનું યોગ્ય આયોજન કરવા જણાવ્યું હતું.

આ તકે ઓબ્ઝર્વરશ્રીઓએ જિલ્લા કલેકટર શ્રી કેયુર સી. સંપટ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રકાશ મકવાણા દ્વારા હાથ ધરાયેલ ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં જિલ્લાનાં પોલિસ વડાશ્રી હરેશ દૂધાત, નિવાસી અધિક કલેક્ટરશ્રી દર્શના ભગલાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી. કે. મજેતર તથા જિલ્લાના વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રીઓ તથા એક્સપેન્ડીચર મોનિટરીંગ સેલના વિવિધ વિધાનસભા મત વિસ્તારના નિમાયેલ નોડલ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ચૂંટણી પ્રચારમાં મંજૂરી વિના લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ, મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડયું

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version