Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર: કોંગી આગેવાનોએ ભાજપના બેનરો બાળ્યા

Surendranagar – કોંગી આગેવાનોએ ભાજપના બેનરો બાળ્યા

સુરેન્દ્રનગર: કોંગી આગેવાનોએ ભાજપના બેનરો બાળ્યા

Google News Follow Us Link

વિધાનસભાની ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસની સાથે આપના કાર્યકરો પણ ચૂંટણીના એકસન મૂડમાં છે. ખેડૂતોના વિકાસ માટે સરકારે કેવા કામ કર્યા છે તેની જાહેરાત માટે ખારવા રોડ પર ભાજપે બેનરો માર્યા હતા. આ બેનરો કોગી આગેવાનોએ ફાડીને સળગાવતા વિવાદ સાથે રાજકીય ખેંચતાણ વધી છે.

વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની 5 બેઠકો સર કરવા માટે ભાજપ, કોંગ્રેસની સાથે આપ પણ હવે મેદાનમાં આવી ગયું છે. આગોતરા આયોજન સાથે ભાજપના નેતાઓ સભાઓ ગજવીને જુદા-જુદા કાર્યક્રમો આપી રહ્યા છે. સરકારે અત્યાર સુધીમાં કરેલા કામોની વિગતો પ્રજા સામે મૂકીને મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યું છે.

કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

શહેર અને ગામડાના રસ્તાઓ ઉપર ભાજપે મોટા મોટા બેનરો મારીને જોર શોરથી પ્રચાર ચાલુ કરી દીધો છે. ત્યારે વઢવાણ તાલુકાના ખારવા રોડ ઉપર ભાજપે ખેડૂતોને ડ્રોનથી ખેતી કરવા કર્યા તેવા બેનરો લગાવેલા હતા. જેને લઇને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઇ રાઠોડ સહિતના કોંગ્રેસી આગેવાનો ખારવા રોડ ઉપર પહોંચી ગયા હતા અને ભાજપે લગાવેલા બેનરો ફાડીને સળગાવ્યા હતા.

સુરેન્દ્રનગર ખાતે “વિશ્વાસ થી વિકાસયાત્રા” અંતર્ગત કાર્યક્રમ યોજાશે

જેને લઇને વિવાદ સર્જાયો હતો. કોંગી આગેવાનોનું એવું કહેવું હતું કે વઢવાણ તાલુકામાં ભાજપ સરકારની મદદથી કોઇ જગ્યાએ ડ્રોનથી ખેતી થઇ હોય તેવું બન્યું નથી. અને જો ભાજપે અહીંયા ડ્રોનથી ખેતીની સગવડતા આપી હોય તો બતાવે. આથી જે જગ્યાએ આવી સગવડતા આપી છે તે ગામોમાં આવા બેનર મારવાની માંગ કરી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણાએ જણાવ્યું કે બેનરો ફાડવા એ કોંગ્રેસની નબળી માનસિકતા કહેવાય. ખેડૂતો માટે ભાજપ સરકારે ખૂબ પ્રયાસ કર્યા છે. પાણી, સબસીડી સહિતના અનેક લાભો આપ્યા છે.

સુરેન્દ્રનગર: પાટડી ખાતે નગરપાલિકાના વિવિધ વિકાસ કામોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version