Site icon સોહમ 24 ન્યુઝ

મંદબુદ્ધિની બાળકી સાથે દુષ્કર્મ કરનારને સુરેન્દ્રનગરની કોર્ટે ફટકારી 10 વર્ષની સજા, ઢીંગલી બતાવીને લેવાઈ હતી બાળકીની જુબાની

મંદબુદ્ધિની બાળકી સાથે દુષ્કર્મ કરનારને સુરેન્દ્રનગરની કોર્ટે ફટકારી 10 વર્ષની સજા, ઢીંગલી બતાવીને લેવાઈ હતી બાળકીની જુબાની

Google News Follow Us Link

મંદ બુદ્ધિની બાળકી સાથે બળાત્કાર અને દુષ્કર્મ (rape case) આચરનાર નરાધમને સુરેન્દ્રનગરની કોર્ટ દ્વારા એક લાખ રૂપિયા દંડ અને દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે. 

મંદ બુદ્ધિની બાળકી સાથે બળાત્કાર અને દુષ્કર્મ (rape case) આચરનાર નરાધમને સુરેન્દ્રનગરની કોર્ટ દ્વારા એક લાખ રૂપિયા દંડ અને દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લા વારંવાર નાની બાળકીઓ સાથે દુર્વ્યવહાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થતું હોવાની રાવ ફરિયાદ સામે આવતી હોય છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 2017 ના વર્ષમાં થાનગઢ પંથકની મંદબુદ્ધિ બાળકી સાથે પપ્પુ ઉર્ફે ભવાન નામના શખ્સ દ્વારા ફોસલાવી અને લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યુ હતું. તેનું પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે સુરેન્દ્રનગર શહેરની ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે ફરિયાદ દાખલ કરી અને સરકારી વકીલ દ્વારા આ કેસ લડવા આવ્યો હતો.

કહાની સૌથી મોંઘા ડ્રાય ફ્રૂટની! પિસ્તા કેમ હોય છે આટલા મોંઘા? કારણ જાણીને ચોંકી જશો

સતત પાંચ વર્ષ સુધી આ કેસ ચલાવવામાં આવ્યો હતો. ત્યારે બાળકી મંદ બુદ્ધિની હોય અને તેની સાથે આ આ પ્રકારનું કૃત્ય થયું હોવાના પગલે કોર્ટમાં જ સ્પેશિયલ વન રેબલ વિટનેસ રૂમ બનાવીને ખાસ કેસ ચલાવાયો હતો. જેમાં ઢીંગલી બતાવીને અને બાળકીની સાંકેતિક ભાષામાં જુબાની લેવામાં આવી હતી. ત્યારે આ મામલે ડિસ્ટ્રીક્ટ કોર્ટના મુખ્ય જજ દ્વારા બાળકી સાથે અપહરણ સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં 10 વર્ષની અપહરણની કેદ સંભળાવવામાં આવી હતી. સાથે જ એક લાખ રૂપિયા દંડ આરોપીને ફટકારવામાં આવ્યો છે અને મંદબુદ્ધિ બાળકી સાથે થયેલા આ બનાવના મામલે નરાધમને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

ઉત્તરાયણ પર આ પતંગ જ્યાં પડશે ત્યાં હરિયાળી આવશે, રાજકોટની આ પતંગમાં હશે વૃક્ષનાં બીજ

વધુ સમાચાર માટે…

ZEE૨૪ કલાક

Google News Follow Us Link

Exit mobile version