Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી

Google News Follow Us Link

વિદાય લેતા નવેમ્બરના અંતની સાથે ફરી એકવાર ભર શિયાળે ચોમાસાનો માહોલ જામવાની શકયતા છે હવામાન ખાતા દ્વારા આજથી ત્રણ દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જીલ્લામાં પણ માવઠુ થવાની શકયતા છે.

ઓમિક્રોન વેરિએન્ટ: આ દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થતા હડકંપ!, સંક્રમણના 2 કેસ નોંધાયા

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સુરેન્દ્રનગર,રાજકોટ,પોરબંદર,ખેડા,આણંદ સહીતના જીલ્લાઓમાં વરસાદ વરસી શકે છે તા 1 અને 2 ડિસેમ્બરે પણ વરસાદ થવાની શકયતા છે કયાંક કયાંક ભારેથી અતિભારે વરસાદ થવાની અને 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની પણ આગાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા જીલ્લાના ખેડુતોએ પાક સંરક્ષણના જરૂરી પગલા હાથ ધરી સતર્ક રહેવા અપીલ કરી છે ખેડુતોએ પોતાના ઉત્પાદીક થયેલ પાક એટલે કે, ખેત પેદાશ અને ઘાસચારો સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો અથવા તાળપત્રી ઢાંકીને રાખવી, એ.પી.એમ.સી. અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઈ જવાતી ખેત પેદાશોને ઢાંકીને લઈ જવી શકય હોય તો હવામાન વિભાગની આગાહી હોવાથી તેવા સમય દરમીયાન ખેત પેદાસ વેચવાનુ ટાળવા જણાવવામાં આવ્યુ છે.

શિયાળામાં સૂર્ય સાથે કરી લો મિત્રતા, જાણો સવારે તડકામાં બેસવાના ફાયદા

આ ઉપરાંત શાકભાજી, ફળો, મરી-મસાલા જેવા બાગાયતી પાકોની સલામતી માટે પણ કાળજી લેવા, શિયાળુ ઉભા ખેત પાકોમાં શકય હોય તો પિયત ટાળવા તેમજ કમોસમી વરસાદ થાય તો જરૂરી પાક સંરક્ષણના પગલા હાથ ધરવા અને ખેતી ઈનપુટ જેવા કેબિયારણ ખાતર વગેરેના જથ્થાને પણ સલામત  સ્થળે રાખવા વધુમાં જણાવાયુ છે.

સલમાન ખાનની ફિલ્મ ‘અંતિમ’ રિલિઝ: ફેન્સે થિયેટરમાં જ ફોડ્યા ફટકાડા અને છોડ્યા રોકેટ

વધુ સમાચાર માટે…

ગુજરાત સમાચાર

Google News Follow Us Link

Exit mobile version