Site icon સોહમ 24 ન્યુઝ

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટર વાહન કર બાકી હોય તેમના કર વસુલાત માટે કાયદાકીય પ્રક્રિયા ચાલુ કરાઈ

Surendranagar – સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટર વાહન કર બાકી હોય તેમના કર વસુલાત માટે કાયદાકીય પ્રક્રિયા ચાલુ કરાઈ

Google News Follow Us Link

સુરેન્દ્રનગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણેસુરેન્દ્રનગર જિલ્લા ખાતે જેમના પણ મોટર વાહન કર બાકી હોય તેમનો કર વસુલાત માટે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા કાયદાકીય પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે.

આથી જે મોટર વાહન માલિક દ્વારા રોડ ટેક્ષ ભરપાઇ કરવામાં આવ્યો ના હોઈ તેવા મોટર વાહન ચાલકોટેક્ષ ડીફોલ્ટરના ધ્યાને દોરવામાં આવે છે કે બાકી કર પર દર મહિને 2% દંડ મહત્તમ 25% સુધી અને દર મહિને 1.5% વ્યાજ ઉમેરાતું જાય છે. જેથી આ રકમમાં હજુ વધારો ન થાય તે માટે તાત્કાલિક કર ભરવાનો રહેશે.

ટૂંક સમયમાં આવા તમામ મોટર વાહનના બાકી રોડ ટેક્ષ સંબંધિત મોટર વાહન માલિકની મિલકત પર રેવન્યુ રાહે બોજો નાખવાની કાર્યવાહી પણ કરવામાં આવનાર હોય તાત્કાલિક જે તે મોટરવાહન માલિકે બાકી રોડ ટેક્ષ ભરપાઇ કરી દેવા યાદીમાં જણાવાયું છે.

માહિતી બ્‍યુરોસુરેન્‍દ્રનગર:

અરૂણા ડાવરા

સુરેન્‍દ્રનગર જિલ્લામાં તા.22મી ફેબ્રુઆરીના રોજ તાલુકા કક્ષાનો અને તા.23મી ફેબ્રુઆરીના રોજ જિલ્‍લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version