સુરેન્દ્રનગર – જિલ્લામાં બીજા નોરતે લીંબડી, લખતરમાં વરસાદ

Photo of author

By rohitbhai parmar

સુરેન્દ્રનગર – જિલ્લામાં બીજા નોરતે લીંબડી, લખતરમાં વરસાદ

જિલ્લામાં બીજા દિવસે મેઘરાજાની પધરામણી થતાં લખતર, લીંબડીમાં અડધો ઇંચ વરસાદ થયો હતો.

Google News Follow Us Link

સુરેન્દ્રનગર - જિલ્લામાં બીજા નોરતે લીંબડી, લખતરમાં વરસાદ

  • આજે પણ વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગની આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં બીજા નોરતે વરસાદ વરસતા ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. જિલ્લામાં બીજા દિવસે મેઘરાજાની પધરામણી થતાં લખતર, લીંબડીમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. આ દિવસે હવાની ગતિ 8 કિમી અને ભેજનું પ્રમાણ 63 ટકા રહ્યું હતું. આજે પણ વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગની આગાહી છે.
જિલ્લામાં બીજા દિવસે પણ સતત વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. સવારથી જ વાદળછાયા વાતાવરણ અને ગરમી-બફારા વચ્ચે સાંજે જિલ્લામાં મેઘસવારી આવી હતી. જેમાં લીંબડી અને લખતરમાં અડધો ઇંચ જેટલો વરસાદ થતાં જિલ્લામાં 18 મીમી વરસાદ નોંધાયો હતો. આમ સતત 2 દિવસ વરસાદી માહોલ રહેતા ખેડૂતોને આગોતરા ચોમાસુ વાવેતરને અસર થવાની ભીતિ સર્જાઇ છે. જિલ્લામાં મંગળવારે હવાની ગતિ 8 કિમી અને ભેજનું પ્રમાણ 63 ટકા રહ્યું હતું. આજે ત્રીજા નોરતે પણ જિલ્લામાં વરસાદી વાતાવરણ વાદળછાયું યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.