Surendranagar Sessions Court: સેશન્સ કોર્ટના આરોપીને હાજર થવા અંગેનું જાહેરનામું
- સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટના આરોપીને હાજર થવા અંગેનું જાહેરનામું
સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટના જજશ્રી પી.એસ. ગઢવી દ્વારા તેમની કોર્ટમાં ચાલતા સેશન્સ કેસ નં. 22/2019 ના કામે આરોપી નં.(3) હરેશભાઈ રણછોડભાઈ ઠાકરશીભાઈ રામાણી, રહેવાસી જુની મોરવાડ, તા.ચુડા, જી. સુરેન્દ્રનગરવાળા ઉપર ક્રિ.પ્રો.કોડની કલમ-82 મુજબ આરોપીને હાજર થવા માટે જાહેરનામું ફરમાવવામાં આવ્યું છે.
આ જાહેરનામા પ્રમાણે આરોપી નં.(3) હરેશભાઈ રણછોડભાઈ ઠાકરશીભાઈ રામાણીએ ભારતના ફોજદારી અધિનિયમની કલમ-397, 341, 120(બી), 506(2), તથા જી.પી. એક્ટ-135 હેઠળ શિક્ષાપાત્ર ગુનો કર્યો છે, અથવા કર્યો હોવાનો શક છે. અને તે ઉપરથી કાઢેલા ધરપકડ વોરંટ ઉપર એવો શેરો થઈને આવ્યો છે કે, સદરહું આરોપી ચુડા તાલુકાના જુની મોરવાડ ખાતેથી મળી આવતો નથી, અને એવી ખાતરી કરાવવામાં આવી છે કે, આરોપી ફરાર થયેલ છે અથવા સદરહું વોરંટ પોતાના ઉપર બજે નહીં તે માટે સંતાતા ફરે છે.
આથી આ જાહેરનામું કાઢીને આરોપી નં.(3) હરેશભાઈ રણછોડભાઈ ઠાકરશીભાઈ રામાણીએ સદરહું ફરિયાદનો જવાબ આપવા સારું જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિન-30 માં સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટ સમક્ષ સવારના 10:30 કલાકે પોતાની જાતને સરન્ડર કરવા અથવા સેશન્સ જજ સમક્ષ હાજર થવા ફરમાવવામાં આવ્યું છે.