Tennis Cricket Tournament – સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય નિયમો સાથે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 2 યોજાશે
- 22 તારીખે ખેલાડીઓના ઓક્સનનું આયોજન
ઝાલાવાડ એકતા સમિતિ અને ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા સુરેન્દ્રનગર ખાતે સુરેન્દ્રનગર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવનાર છે. તા. 26 ઓક્ટોબરથી શરૂ થનાર આ ટુર્નામેન્ટે સુરેન્દ્રનગર જિલ્લામાં આકર્ષણનું વાતાવરણ જમાવ્યું છે. ઝાલાવાડ એકતા સમિતિના પ્રમુખ ગિરિરાજસિંહ ઝાલાએ આ ટુર્નામેન્ટ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટમાં 14 ટિમોના 260+ ખેલાડીઓ ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં રણજિ ટ્રોફીનાં અમ્પાયરો ક્રિકેટ રેફરી તરીકે તટસ્થ નિર્ણયો આપશે. આ ટુર્નામેન્ટનાં મુખ્ય સ્પોન્સર તરીકે YU 11 ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ, તેમજ સહ સ્પોન્સર તરીકે NDK AI તેમજ વિજયઆનંદ કેટરર્સ રહેશે.
ઓક્સનના કાર્યક્રમમાં કટોસણ સ્ટેટ ધર્મપાલસિંહ ઝાલા, જયરાજસિંહ પરમાર, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, કિરીટસિંહ રાણા, પ્રકાશભાઈ વરમોરા, શામજીભાઈ ચૌહાણ, પી કે પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવો હાજર રહેશે. સમગ્ર સૌરાષ્ટ્રમાં જિલ્લા કક્ષાએ સૌથી મોટા બજેટ સાથે યોજાનાર આ ટુર્નામેન્ટ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ક્રિકેટ ખેલાડીઓને પૂરતું પ્રોત્સાહન પ્રાપ્ત થશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઝાલાવાડ એકતા સમિતિના પ્રમુખ ગિરિરાજસિંહ ઝાલા અને તેમની ટીમ ભારે જહેમત ઊઠાવી રહ્યા છે.
Muli – મુળીના સરલા ગામે દશ દિવસે યુરીયા ખાતરની ફક્ત એક ગાડી આવતા ખેડૂતો ઉમટી પડયા