દલડીથી લાખામાચી વચ્ચે રેલવે ટ્રેક પાસે કોહવાયેલી હાલતમાં યુવકની લાશ મળી

Photo of author

By SOHAM 24 NEWS

દલડીથી લાખામાચી વચ્ચે રેલવે ટ્રેક પાસે કોહવાયેલી હાલતમાં યુવકની લાશ મળી

  • રેલવે સ્ટેશન વચ્ચે કોહવાઈ ગયેલ હાલતમાં કોઈ યુવકની લાશ મળી આવી હતી.
  • જંગલી પ્રાણીઓ દ્વારા ફાડી ખાધેલી હાલતમાં તેમજ કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
દલડીથી લાખામાચી વચ્ચે રેલવે ટ્રેક પાસે કોહવાયેલી હાલતમાં યુવકની લાશ મળી
દલડીથી લાખામાચી વચ્ચે રેલવે ટ્રેક પાસે કોહવાયેલી હાલતમાં યુવકની લાશ મળી

થાનગઢના દલડીથી લાખામાંચી રેલવે સ્ટેશન વચ્ચે કોહવાઈ ગયેલ હાલતમાં કોઈ યુવકની લાશ મળી આવી હતી. આથી આ બાબતે આણંદ પર રહેતા જીવાભાઈ અમરશીભાઈ ડાભીએ થાનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે કે, દેવપરા ગામની સીમ દલડી લાખામાચી સીમ વચ્ચે આવેલ રેલવે ટ્રેક પાસેથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશની જાણકારી પોલીસને આપી હતી આથી પોલીસે લાશનો કબજો લઇને તપાસ કરતા મરણ જનાર યુવકનું નામ સિયારામભાઈ દેવીસંગભાઈ હોવાનું અને એમપી ના હોવાનું ખુલવા પામ્યું હતું. આ બનાવમાં મરણ જનાર ચાલુ ટ્રેનમાંથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા મરણ ગયા બાદ જંગલી પ્રાણીઓ દ્વારા ફાડી ખાધેલી હાલતમાં તેમજ કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવની વધુ તપાસ એ.એસ.આઇ આર.જે. માલકીયા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ