આજે 19 નવેમ્બરે વિક્રમ સંવત 2078નું પ્રથમ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ, ભારતમાં દેખાશે નહીં
વિક્રમ સંવત 2078માં કુલ બે ચંદ્રગ્રહણ અને ત્રણ સૂર્યગ્રહણ છે. આ પૈકીનું પ્રથમ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ આવતીકાલે છે.જ્યોતિષીઓના મતે આ ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાવવાનું હોવાથી કોઇ સૂતક પાળવાની જરૃર નથી.
- વિક્રમ સંવત 2078માં કુલ બે ચંદ્રગ્રહણ અને ત્રણ સૂર્યગ્રહણ છે.
- ખંડગ્રાસ ચંદ્રગ્રહણ સદીનું લાંબામાં લાંબુ અવધિમાં જોવા મળવાનું છે.
- આ ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાવવાનું હોવાથી કોઇ સૂતક પાળવાની જરૃર નથી.
વિક્રમ સંવત 2078માં કુલ બે ચંદ્રગ્રહણ અને ત્રણ સૂર્યગ્રહણ છે. આ પૈકીનું પ્રથમ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ આવતીકાલે છે.જ્યોતિષીઓના મતે આ ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાવવાનું હોવાથી કોઇ સૂતક પાળવાની જરૃર નથી.
વિક્રમ સંવત 2078માં કાર્તિક સુદ પૂર્ણિમાને 19 નવેમ્બરે વૃષભ રાશિ કૃતિકા નક્ષત્રમાં થનારું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ સદીનું લાંબામાં લાંબુ અવધિમાં જોવા મળવાનું છે. ભારતીય સમય મુજબ છાયાગ્રહણ સ્પર્શ સવારે 11 કલાક 32 મિનિટ 10 સેકન્ડ, ગ્રહણ પ્રારંભ બપોરે 12 કલાક 48 મિનિટ 43 સેકન્ડ, ગ્રહણ મધ્ય બપોરે 2 કલાક 32 મિનિટ 55 સેકન્ડ, ગ્રહણ સમાપ્ત બપોરે 4 કલાક 17 મિનિટ 7 સેકન્ડ, છાયા ગ્રહણ સમાપ્ત સાંજે 5 કલાક 33 મિનિટ 40 સેકન્ડ છે. ખંડગ્રાસ ગ્રહણની અવધિ 3 કલાક 28 મિનિટ 24 સેકન્ડ જ્યારે છાયા ગ્રહણ અવધિ 6 કલાક 1 મિનિટ 30 સેકન્ડ છે.
580 વર્ષ પછી સૌથી લાંબું ચંદ્રગ્રહણ 19મી નવેમ્બરે ભારતમાં દેખાશે
ભારતના પૂર્વોત્તર છેવાડાના અરૃણાચલ પ્રદેશના અમુક ભાગમાં લાલાશ રંગનો ચંદ્ર જોવા મળશે. જ્યોતિષીઓના મતે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી માટે કોઈ મોટી ઘટના ની સંભાવના જણાતી નથી. તેમજ ઈ.સ 2022 માં પાંચ ગ્રહણ છે તેમ શરૃના 4 ગ્રહણ દેખાવાના નથી. પરંતુ પાંચમું ગ્રહણ આસો વદ અમાસ એટલે દિવાળીના દિવસે થનાર છે, તે દેખાશે અને એ વખતના ગ્રહયોગ અને અન્ય પરિબળો પ્રમાણે દિવાળીના બે માસ આસપાસ કોઈ રાજકીય કે આર્થિક, સામાજિક ઘટના કે કોઈ દુર્ઘટનાની સંભાવના છે.’
કી બોર્ડ પર કેમ આડા અવળાં હોય છે ABCDના બટન? જાણો આ પાછળનું કારણ