Site icon સોહમ 24 ન્યુઝ

ઋતુનો સૌથી ગરમ દિવસ: બુધનો સૂર્ય ભારે; ઝાલાવાડમાં 46 ડિગ્રી ગરમી, સવારથી સાંજ સુધીમાં 18.2 ડિગ્રીની વધઘટ રહી

ઋતુનો સૌથી ગરમ દિવસ: બુધનો સૂર્ય ભારે; ઝાલાવાડમાં 46 ડિગ્રી ગરમી, સવારથી સાંજ સુધીમાં 18.2 ડિગ્રીની વધઘટ રહી

Google News Follow Us Link

બપોરે તડકાથી બચવા લોકો ઘરોમાં પુરાઇ રહેતા રસ્તા સુમસામ બની જાય છે જ્યારે પર્યાવરણ ને બચાવતા વૃક્ષોને ગરમીથી બચાવવા લીલીનેટનું રક્ષણ આપવુ પડી રહ્યુ છે.

એપ્રિલમાં આકરા તાપ સહન કરનારું ઝાલાવાડ મે મહિનાની શરૂઆતથી જ લ્હાય જેવી ગરમીમાં પરસેવે રેબઝેબ થઈ રહ્યું છે. 46 ડિગ્રી તાપમાન સાથે બુધવાર ઋતુનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. હવાની ગતિમાં 12 કિમીનો ઘટાડો અને ભેજનું પ્રમાણ પણ 19 ટકા ઘટતાં ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જિલ્લામાં એક જ દિવસમાં તાપમાનમાં સવારથી સાંજ સુધીમાં 18.2 ડિગ્રીની વધઘટ અનુભવાઈ હતી. મહત્ત્વનું છે કે વર્ષ 2016માં મે મહિનામાં 47.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ઝાલાવાડમાં ઉનાળાની સિઝનની શરૂઆતથી ગરમીનો પારો સતત વધ્યો હતો, જેમાં થોડો સમય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેતાં 2-5 દિવસ રાહત રહ્યા બાદ એપ્રિલ મહિનો ફરી આકરો તપ્યો હતો. જ્યારે મે મહિનાએે આ ગરમીના પારાને સતત આગળ વધારવાનું કામ કર્યું છે.

જિલ્લામાં 11 દિવસમાં પારો 5 ડિગ્રી વધી 41થી 46 પર પહોંચી ગયો છે જ્યારે હવાનું દબાણ 12 કિમી ઘટતાં અને 19 ટકા ભેજમાં ઘટાડો થવાના કારણે ગરમી સાથે બફારો પણ વધી ગયો છે. જિલ્લાવાસીઓ એવરેજ એક દિવસમાં 18.2 ડિગ્રી તાપમાન વધઘટ અનુભવ સવારથી સાંજ સુધીમાં કરે છે. આમ ગરમી સતત વધતા બપોરના સમયે જાણે સ્વયંભૂ કરફ્યુ લાગ્યો હોય તેમ રસ્તાઓ સુમસામ થઈ જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે તા.11નું તાપમાન 5 વર્ષમાં મે મહિનાની 11 તારીખનું સૌથી વધુ તાપમાન તરીકે નોંધાતાં 5 વર્ષનો રેકોર્ટ તૂટ્યો છે.

રેડ એલર્ટની શક્યતા​​​​​​​; ​​​​​​​ગરમીએ યલ્લો એલર્ટનો પારો વટાવ્યો ઓરેન્જની ભીતિ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ તાપમાનમાં ફેરફાર પ્રમાણે જુદી જુદી કૅટેગરીમાં એલર્ટ જાહેર થાય છે. 34થી 40 ડિગ્રી સુધી તાપમાન રહે તો સામાન્ય સ્થિતિ એટલે કે યલો એલર્ટ જાહેર થયું કહેવાય. 41થી 51 ડિગ્રી સુધી તાપમાન રહે તો સામાન્યથી વધુ તાપમાન એટલે કે ઓરેન્જ એલર્ટ જાહેર થાય છે. અને જો તાપમાન 51થી 57 ડિગ્રી સુધી પહોંચી જાય તો અતિ તાપમાનમાં વધારો એટલે કે રેડ એલર્ટ જાહેર થાય છે. કોઈ પણ એલર્ટ જાહેર કરવા માટે નક્કી કરેલા ડિગ્રી તાપમાન સતત 5 દિવસ રહે તો તે એલર્ટ જાહેર કરવામાં આવે છે.

છલકાયું દર્દ : બધા 1000 કરોડમાં પડ્યા, કોઈને પરફોર્મન્સની પડી નથી: બોલિવૂડ કલ્ચર પર મનોજ વાજપાઈનું ચોંકાવાનારું નિવેદન

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version