વિરમગામથી લખતર થઈ સુરેન્દ્રનગર જવાના માર્ગને ચાર માર્ગીય કરાશે
નીતીનભાઇ પટેલ મંજૂરીની મહોર લગાવાતા લોકોમાં ભારે આનંદ
- નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સુરેન્દ્રનગર માટે મહત્વની જાહેરાત કરી છે.
- અન્ડરપાસ તેમજ બ્રીજ બનાવવાની પ્રજાની માંગણીને મંજુરી આપવા આવી છે.
- ગુજરાત સરકાર દ્વારા ટૂંક જ સમયમાં ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવનારી છે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સુરેન્દ્રનગર માટે મહત્વની જાહેરાત કરી છે. જેમાં વિરમગામથી લખતર થઈ સુરેન્દ્રનગરના 31 કિલો મીટરના માર્ગને ફોરલેન કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ તેના માટે રૂપિયા ૧૨૫ કરોડ પણ મંજુર કરવામાં આવ્યા છે. જેમાં ટ્રાફિક સમસ્યાને હલ કરવા તેમજ માર્ગ અક્સમાત નિવારવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અન્ડરપાસ તેમજ બ્રીજ બનાવવાની પ્રજાની માંગણીને મંજુરી આપવા આવી છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી દ્વારા વિરમગામ લખતર થઈ સુરેન્દ્રનગર જવાના માર્ગને ચાર માર્ગીય કરવા નો મહત્વનો નિર્ણય કર્યો છે આથી ગુજરાત સરકાર દ્વારા ટૂંક જ સમયમાં ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવનારી છે આથી આ ૧૨૫ કરોડના ચાર માર્ગીય રસ્તાની મંજૂરીની મહોર લગાવાતા લોકોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે.
-A.P : રોપોર્ટ