Mahemdavadના સિદ્ધિ વિનાયક મંદિરના શિખરને મઢાશે સોનાથી, ટ્રસ્ટી મંડળે લીધો નિર્ણય
અંબાજી બાદ વધુ એક મંદિરના શિખરને સોનાથી મઢાશે. મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરના શિખરને સોનાથી મઢવામાં આવશે. ગણેશ ઉત્સવ પર ટ્રસ્ટી મંડળ દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે વિવિધ દેશની પ્રાચીન 12 મૂર્તિઓનું પણ સ્થાપન કરવામાં આવશે. ગણેશજીના મુખ આકાર પર બનેલા મસ્તક પરના મુગટને સોનાથી મઢાશે. અનેક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે સિદ્ધિ વિનાયક મંદિર.
દેશભરમાં જાણીતું છે આ મંદિર
દેશભરમાં ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશમાં ગણેશોત્સવ શરૂ થઈ ગયો છે. આગામી 7-10 દિવસ સુધી ગણપતિ બાપ્પાની પૂજા-અર્ચના કરવામાં આવશે. આ ગણેશ મંદિર એટલું વિશાળ છે કે તેનું નામ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ તથા ઈન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલ છે. એશિયાનું સૌથી વિશાળ ગણપતિ મંદિર ગુજરાતમાં આવેલુ છે. તે અમદાવાદથી 25 કિ.મી અંતરે મહેમદાવાદમાં વાત્રક નદી કિનારે આવેલુ છે. અત્યારે જે ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે તે પ્રસંગે આ મંદિરની પરિવાર સાથે અચૂકપણે મુલાકાત લઈ આ સમયને યાદગાર બનાવી શકાય છે.
Vegetable Prices- શાકભાજીના ભાવમાં કિલોએ રૂ.50થી 80નો વધારો
મુંબઈના મંદિરથી જ્યોત લવાઈ
અમદાવાદથી 25 કિમી દૂર મહેમદાવાદ શહેરમાં વાત્રક નદીના કિનારે વિશાળ ગણેશ મંદિર છે. આ મંદિરનું નિર્માણ 8 જાન્યુઆરી 2010ના રોજ શરૂ કરાયું હતું. મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરથી જ્યોત લાવવામાં આવી અને સ્થપાઈ. આથી આ મંદિરનું નામ પણ સિદ્ધિ વિનાયક જ રાખવામાં આવ્યું છે. આ વિશાળ મંદિર પોતાના અદભૂત સ્થાપત્ય માટે ખુબ જ પ્રસિદ્ધ છે.
દાદાના પરચા અપાર છે
સિદ્ધિ વિનાયક મંદિર ગણપતિજીની આકૃતિવાળું દેશનું સૌથી વિશાળ મંદિર છે. આ વિશાળ મંદિરની ઊંચાઈ 71 ફૂટથી પણ વધુ છે. મંદિરના ચોથા માળે મુંબઈથી સિદ્ધિ વિનાયક ગણપતિની હુબહુ મૂર્તિની સ્થાપના કરાઈ છે. દેશના સૌથી મોટા ગણેશ મંદિરમાં અખંડ જ્યોતિ મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરથી લાવીને સ્થપાઈ છે.