Site icon સોહમ 24 ન્યુઝ

બંધ ઘરમાંથી 12 તોલા સોનાની ચોરી

બંધ ઘરમાંથી 12 તોલા સોનાની ચોરી

બંધ ઘરમાંથી 12 તોલા સોનાની ચોરી

હળવદ ખાતે કોર્ટના સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા અને જાની ફળીમાં રહેતા યોગેશસિંહ ચૌહાણ કોરોનાથી સંક્રમીત થતાં તેઓ પરિવાર સાથે વતન રાજસ્થાન ગયા હતા. મકાનને તાળુ મારેલ હતું અને વતન રાજસ્થાનથી પરત આવ્યા બાદ હળવદ પોતાના ઘરમાં ચોરી થયાનું માલૂમ પડ્યું હતું.

તસ્કરો મકાનમાંથી સોનાના આશરે 10 થી 12 તોલાના દાગીના અને પુત્ર માટે બે વરસથી બચત કરેલ ગલ્લાની રકમ પણ ચોરી કરી ગયા હતા.

સુરેન્દ્રનગર વઢવાણ એસ.એસ.વ્હાઈટ કંપનીનાં કર્મચારીઓએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો

બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ચોરીના બનાવની તપાસ હાથ ધરી હતી. હળવદ પોલીસ મથકે યોગેશસિંહ ચૌહાણે રૂ.1 લાખ 77 હજારની મતાની ચોરીની ફરિયાદ નોંધાવેલ છે. પી.આઇ.શ્રી દેકાવડિયા તપાસ કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર ચોમાસુ શરૂ થતા ઇયળનો ઉપદ્રવ ચોટીલા તાલુકામાં જોવા મળ્યો

વધુ સમાચાર માટે…

Exit mobile version