Total boom in garlic – માત્ર ચાર દિવસમાં મણે રૂા.1000નો વધારો
- ચીનથી સપ્લાય ઘટતા, તહેવારોની માંગના પગલે
લસણમાં તમતમતી તેજીનો દોર શરૂ થયો છે. ચીનથી સપ્લાય ઘટી જતા ભારતમાંથી લસણની વિક્રમી નિકાસ થવા લાગતા અને સાથે ગુજરાતમાં તહેવારોના પગલે લસણની માંગ વધારે રહેતી હોય મોકાનો લાભ ઉઠાવીને ભાવમાં પ્રતિ મણે ત્રણ-ચાર દિવસમાં જ રૂા.1000નો તોતિંગ વધારો ઝીંકી દીધો છે. યાર્ડમાં આશરે 30 ટકાનો ભાવ વધારો નોંધાયો છે અને વધુ ભાવ મળતા સંગ્રહાયેલું લસણ પણ બજારમાં ઠલવાવા લાગ્યું છે.
યાર્ડમાં હજુ તા.12 ઓગષ્ટ સુધી લસણ પ્રતિ મણ રૂા.2500થી 3500ના ઉંચા ભાવે વેચાતું હતું. જેના ભાવ આજે રૂા.3000થી 46000એ પહોંચી ગયો છે. એટલે કે ચાર દિવસમાં જ 30 ટકાનો તોતિંગ વધારો થયો છે. ગત વર્ષે ઓગષ્ટના આ સમયમાં લસણનો ભાવ રૂા.1200થી 2200ની વચ્ચે રહ્યો હતો. આમ, આશરે 100થી 150 ટકાનો વધારો થયો છે.
આ અંગે અપેડા અનુસાર વિશ્વમાં સૌથી વધુ લસણની સપ્લાય ચીન પૂરી પાડે છે જે 230 લાખ ટન સાથે પ્રથમ નંબરે છે પરંતુ, આ વર્ષે ચીનની સપ્લાય ઘટી છે. જેના પગલે વર્ષે 33 લાખ ટન લસણનું ઉત્પાદન કરતા ભારતમાંથી ગત છ માસિક ગાળામાં લસણની રેકોર્ડ 56,823 ટનની નિકાસ કુલ રૂ।.277 કરોડના ભાવથી થઈ છે. ઈ.સ. 2017-18ના વર્ષ પછી પ્રથમવાર આ નિકાસ 50 હજાર ટનને આંબીને નવો વિક્રમ સર્જ્યો છે.
ગુજરાતમાં લસણનું ઉત્પાદન ઈ.સ.2022-23ના વર્ષમાં 21,120 હેક્ટરમાં 1,47,350 ટન થયું હતું. જ્યારે વર્ષ ઈ.સ.2023-24ના છેલ્લા આખરી અંદાજ મૂજબ 17,140 હેક્ટરમાં 1,14,290 ટન લસણનું ઉત્પાદન થયું હતું. આમ, ઉત્પાદનમાં આંશિક ઘટાડાએ પણ ભાવ વધારાને બળ પૂરું પાડયું છે.
Dengue Cases – સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં ડેન્ગ્યુના 325થી વધુ કેસ નોંધાયા
ગુજરાત સમાચાર