Site icon સોહમ 24 ન્યુઝ

તુઝસે નારાજ નહીં જિંદગી હૈરાન હું મેં…

તુઝસે નારાજ નહીં જિંદગી હૈરાન હું મેં…

તુઝસે નારાજ નહીં જિંદગી હૈરાન હું મેં…

તસવીરના વૃદ્ધ દાદાનું નામ રામજી હોય કે શામજી તેમને ઝાઝો ફરક પડતો નથી. આ વૃદ્ધ દાદા દી’ઉગ્યાથી આથમ્યા સુધી શેરીઓમાંથી પ્લાસ્ટિક અને ભંગાર ભેગો કર્યા કરે છે. કહેવાય છે કે ભૂખ કોઈને ગાંઠતી નથી. એટલે આ કામથી તેમનું પેટ ભરાય એટલું મળી રહેતું હશે કે કેમ તે કોઈએ જાણ્યું નથી. આખો દિવસના રઝળપાટ પછી ભેગા કરેલા પ્લાસ્ટિકને ભાડાની હાથલારી કે છકડામાં ભરી વેચવા લઈ જતા. પરતું કોરોનાની મહામારીમાં આખા લારીનું ભાડું પરવડે તેટલું પ્લાસ્ટિક ભેગું થતું નથી. એટલે આ વૃદ્ધ દાદા થેલાઓને કેડે બાંધી કે હાથથી ઢસરડીને લઈ જાય છે. ગરમીથી શેકતી સડક પર આ દાદા થેલા ઢસડીને થાકી જાય એટલે હાંફતા-હાંફતા ઊભા રહીને સડક ઉપર દૂર સુધી નજર કાર છે.

કોરોના મહામારીના સમયમાં પણ રૂ.93 કરોડનો નફો કરતી રાજ બેંક

મોતિયોવાળી આંખે ઝાંખપ આવી ગઈ છે, એટલે ઝાઝું નથી દેખાતું પણ પોતાના સુધી પહોંચતા પગરવ પણ આ વૃદ્ધ દાદાને કયાંક કાને ઝીલાતા નથી.

થાનગઢમાં આંગડિયા પેઢીના કર્મચારી પર મરચાની ભૂકી નાંખી લાખોની લૂંટ

વધુ સમાચાર માટે…

Exit mobile version