Site icon સોહમ 24 ન્યુઝ

ટીવી એક્ટર કરન મેહરાનો આક્ષેપ: પત્નીનું અન્ય પુરુષ સાથે અફેર, બોલ્યો- 11 મહિનાથી મારા ઘરમાં એક વ્યક્તિ સાથે રહે છે

ટીવી એક્ટર કરન મેહરાનો આક્ષેપ: પત્નીનું અન્ય પુરુષ સાથે અફેર, બોલ્યો- 11 મહિનાથી મારા ઘરમાં એક વ્યક્તિ સાથે રહે છે

Google News Follow Us Link

ટીવીના લોકપ્રિય એક્ટર કરન મેહરાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં પત્ની નિશા રાવલ પર ગંભીર આરોપો મૂક્યા છે. કરને નિશા પર વિશ્વાસઘાતનો આક્ષેપ મૂકીને કહ્યું હતું કે નિશા છેલ્લાં 11 મહિનાથી કોઈ પરાયા પુરુષ સાથે રહી રહી છે. ગયા વર્ષે નિશાએ કરન પર ડોમેસ્ટિક વાયોલન્સનો આક્ષેપ મૂક્યો હતો.

કરન પોતાના હકની લડાઈ લડશે

કરને વધુમાં કહ્યું હતું, ‘મેં બધું સાંભળ્યા બાદ તેને ઘરમાં આવવા દીધી હતી. અમે જૂની વાતો ભૂલીને નવી શરૂઆત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હવે મને ખબર પડી કે મારા ગયા બાદ ઘરમાં એક પરપુરુષ 11 મહિનાથી રહી રહ્યો છે. તે પોતાની પત્ની ને બાળકોને છોડીને મારા ઘરમાં રહે છે. બધા લોકોને ખબર છે. હવે હું મારી લડાઈ લડીશ.’

કરને નિશા પર ગંભીર આક્ષેપો મૂક્યા

કરને વાત કરતાં આગળ કહ્યું હતું, ‘હું કોઈ પણ પરિસ્થિતિમાં એ વાત સાબિત કરીને રહીશ કે નિશાએ મને દગો આપ્યો છે. તેણે મારો દીકરો છીનવી લીધો છે. મારી 20 વર્ષની કરિયર પર કિચડ ઉછાળ્યો છે. હવે હું ચૂપ રહીશ નહીં. છેલ્લાં એક વર્ષથી હું ઘણાં જ દુઃખમાં પસાર થયો છું. હવે હું સહન કરીશ નહીં.’

નિશાએ કહ્યું હતું, પતિના બીજી સ્ત્રી સાથે સંબંધો હતાં

નિશાએ રિયાલિટી શો ‘લૉકઅપ’માં કહ્યું હતું, ‘કરને એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેનું એકસ્ટ્રા મેરિટલ અફેર હતું. તેણે મને કહ્યું હતું કે તે અન્ય કોઈને પ્રેમ કરે છે અને મને પણ પ્રેમ કરે છે. આ મારા માટે આઘાતજનક સમાચાર હતા. તેમણે મને કહ્યું હતું કે તેનું અફેર સાત-આઠ મહિના ચાલ્યું હતું. તેણે મને એમ પણ કહ્યું હતું કે તે યુવતીને મારી સાથે મુલાકાત થઈ તે પહેલેથી ઓળખે છે. તેણે મારો વિશ્વાસ તોડ્યો છે અને હવે હું ક્યારેય તેની પર વિશ્વાસ કરી શકું તેમ નથી.’

પતિ પર મારપીટના આક્ષેપો મૂક્યા હતા:

નિશાની વાત કરીએ તો ગયા વર્ષે તેણે પતિ પતિ પર મારપીટનો આક્ષેપ મૂક્યો હતો. નિશાએ કરન વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. કરને આ તમામ અક્ષેપોને ફગાવી દીધા હતા.

2012માં લગ્ન કર્યા:

કરન તથા નિશાએ છ વર્ષના ડેટિંગ બાદ 2012માં લગ્ન કર્યાં હતાં. બંનેની મુલાકાત ટીવી સિરિયલ ‘હંસતે હંસતે’ના સેટ પર થઈ હતી. બંને 2017માં દીકરાના પેરન્ટ્સ બન્યા હતા. જ્યારે કરન મેહરા ‘બિગ બોસ’માં ગયો ત્યારે નિશા પ્રેગ્નન્ટ હતી. કરને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં નૈતિકની ભૂમિકા ભજવી હતી. આ સિરિયલમાં તેણે 7 વર્ષ સુધી કામ કર્યું હતું. તે નૈતિકના નામથી ઘેર-ઘેર લોકપ્રિય થયો હતો. નિશાએ ‘શાદી મુબારક’, ‘કેસર’, ‘મૈં લક્ષ્મી તેરે આંગન કી’માં કામ કર્યું છે. બંનેએ ‘નચ બલિયે’માં પણ ભાગ લીધો હતો.

હેલ્થ ટિપ્સ: શરીરમાં આયર્નની ઊણપને કારણે વાળ ખરશે, તો ડિપ્રેશનનું પણ છે જોખમ

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version