Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ ખમીસાણા પાસેની નર્મદા કેનાલના પાણીમાં બે બાળકો ડુબ્યા

વઢવાણ ખમીસાણા પાસેની નર્મદા કેનાલના પાણીમાં બે બાળકો ડુબ્યા

વઢવાણ ખમીસાણા પાસેની નર્મદા કેનાલના પાણીમાં બે બાળકો ડુબ્યા

ખમીશાણા પાસેની નર્મદા કેનાલના પાણીમાં ગરક થયેલા બાળકની લાશને 24 કલાક બાદ બહાર કઢાઈ એકની શોધખોળ જારી. ખમીશાણા પાસેની નર્મદા કેનાલમાં બે બાળકો ડુબ્યા હોવાની જાણ થતા દોડધામ મચી જવા પામી હતી. ત્યારે વાદીપરા વિસ્તારમાં રહેતા ગોવિંદભાઇ મુકેશભાઈ અને સિંધવનગરમાં રહેતા જયદીપભાઈ ધનાભાઈ નામના બે બાળકો વાડીએ ગયા બાદ પરત ફરતી વેળાએ કેનાલના પાણીમાં પાણી પીવા નીચે ઉતર્યા હતા.

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બાકરથળી પ્રાથમિક શાળામાં કોવિડ સેન્ટરનો પ્રારંભ કરાયો

ત્યારે અચાનક પગ લપસી જતાં તેઓ કેનાલના પાણીમાં તણાઈ ગયા હતા. ત્યારે અંદાજે 24 કલાકની જહેમત બાદ પાલિકાની તરવૈયા ટીમને એક બાળકની લાશને શોધી કાઢવામાં સફળતા મળી હતી. જ્યારે હજુ સુધી એક બાળકનો પત્તો ન લાગતાં હજુ શોધખોળ જારી રહેવા પામી છે.

વઢવાણ સુરેન્દ્રનગરના હાર્દસમા હેન્ડલુમ રોડ ઉપર મસમોટો ખાડો પડી જતાં વાહનચાલકોને અકસ્માતનો ભય

વધુ સમાચાર માટે…

Exit mobile version