Site icon સોહમ 24 ન્યુઝ

લીંબાળાની સીમમાં વીજ થાંભલો તૂટતા બે શ્રમિકોના નીચે પટકાતા મોત

લીંબાળાની સીમમાં વીજ થાંભલો તૂટતા બે શ્રમિકોના નીચે પટકાતા મોત

લીંબાળાની સીમમાં વીજ થાંભલો તૂટતા બે શ્રમિકોના નીચે પટકાતા મોત

સાયલાના લીંબાળા ગામની સીમમાં નડાળાથી ઢીંકવાળી સુધીની 66 કે.વી. વીજ લાઇનનું કામ હાલમાં ચાલી રહ્યું છે. જેમાં જુદા જુદા સ્થળોએ 15 થી વધુ માણસો હેવી વીજ પોલ વાયર નાખવાની કામગીરી કરી રહ્યા છે. ત્યારે મંગળવારે લિંબાળાની સીમમાં આવેલા વીજ થાંભલા પર વાયર નાખવાની કામગીરી કરી રહ્યાં હતા. એ વખતે પંચમહાલના રસલપુરના અમરાભાઈ ભુદરભાઈ નાયકા અને જશવંતભાઈ ચતુરભાઈ નાયકા વીજ ટાવરનો પોલ નમી જતાં પંચાવન ફૂટ નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી.

પ્રોફેસર સોસાયટીમાં વીજ પુરવઠાની વધઘટને કારણે

ઇજાગ્રસ્ત બંનેને સારવાર માટે સાયલા દવાખાને ખસેડાયા હતા. માથાના ભાગે અને શરીર તેમજ પગ સહિતના તમામ ભાગો ઉપર ગંભીર ઇજાઓને કારણે સારવાર કારગત ના નિવડતા બંને શ્રમિકોના કરૂણ મૃત્યુ થયા હતા. બનવાની જાણ થતાં ધજાળા પી.એસ.આઇ. શ્રી એચ.એલ.ઠાકર સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ ફાટક પાસે પૂરઝડપે વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

Exit mobile version