કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ લીંબડી હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત લીધી
કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ લીંબડી હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત લીધી
આજે કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપુરા અને કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ લીંબડી વિકાસ ટ્રસ્ટ સંચાલિત લીંબડી હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ કોલેજ વર્ષ 2017 થી કાર્યરત છે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુજપુરાએ જણાવ્યું હતું કે, સરકારે વ્યક્તિ દીઠ પાંચ લાખની સારવારનું આરોગ્ય કવચ આપતી વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના કહી શકાય તેવી આયુષ્માન ભારત યોજના લોન્ચ કરી છે. ગુજરાતમાં રાજકોટ ખાતે એઈમ્સની સ્થાપના, જામનગર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના સહિતના તબીબી સુધારાઓ વિશે વિસ્તૃત વાત કરી હતી.
ઔષધીય વનસ્પતિઓના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય આયુષ મિશન યોજના ચલાવવામાં આવી રહી છે.આ યોજના હેઠળ ઔષધિઓ ઉગાડતા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાં સબસિડી આપવા માટે 140 ઔષધીય છોડની પસંદગી કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને ખેતી ખર્ચના 30 થી 50 અને 75 ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે સ્વામી
વિવેકાનંદજીનો ‘ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ એ મંત્રને વિદ્યાર્થીઓએ ખરા અર્થમાં સાર્થક કરી દેશનું
નામ રોશન કરવા માટે કહ્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ એ આપણો પરિવાર છે એવી ભાવના સાથે કામ
કર્યું છે. વધુમાં મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને ઉજવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.
મંત્રીશ્રીએ કોલેજના મેડિસિન, સર્જરી, ગાયનેક, પીડીયાટ્રીક, લાઇબ્રેરી, લેબોરેટરી સહિતની વિભાગોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો સાથે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ મુંજપરા, કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. ઉમેશ આહીર, કોલેજના પ્રોફેસરો તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.