Site icon સોહમ 24 ન્યુઝ

અનોખી સેન્ડવીચ: તમે ખાધી છે ક્યારેય આઈસ્ક્રીમ સેન્ડવીચ? ભાવનગરમાં લોકો ઉમટી પડ્યા, જુઓ Video

અનોખી સેન્ડવીચ: તમે ખાધી છે ક્યારેય આઈસ્ક્રીમ સેન્ડવીચ? ભાવનગરમાં લોકો ઉમટી પડ્યા, જુઓ Video

ભાવનગરમાં આઈસ્ક્રીમ સેન્ડવિચનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

Google News Follow Us Link

આજકાલ સોશિયલ મીડિયા પર એક અનોખી સેન્ડવિચનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ભાવનગરમા આઈસ્ક્રીમ સેન્ડવિચનો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. લોકો આ અનોખી સેન્ડવિચને પસંદ કરી રહ્યા છે, ભાવનગરમાં એકે નવા પ્રકારની આઈસ્ક્રીમ સેન્ડવીચ લોકોમાં અતિ પ્રિય બની છે કારણ છે તેની બનાવવાની રીત અલગ જ છે. સોશિયલ મીડિયામાં એક આઈસ્ક્રીમની કેન્ડીવાળી સેન્ડવીચનો વીડિઓ વાયરલ થયો હતો અને આ વિડિઓ અનેક લોકોએ ટ્વીટર પર પણ શેર થયો હતો.

                         https://twitter.com/infallible_23/status/1540036031700934658

લારી પર જામે છે સાંજના સમયે સેન્ડવીચ ખાનારાઓની ભારે ભીડ

ભાવનગરના આ સ્થળે જે સેન્ડવીચ બનાવવામાં આવે છે તેમાં કેન્ડીને સેન્ડવીચની વચ્ચે મુકવામાં આવે છે અને તેમાં અન્ય મસાલા તેમજ ચીજ નાખીને સેન્ડવીચ બનવવામાં આવે છે અને તેના કારણે લોકોને આ સેન્ડવીચએ ઘેલું લગાડયુ છે. આ સેન્ડવીચ બનાવવાનારા વ્યક્તિનુ કહેવું છે કે તે સેન્ડવીચમાં વપરાતી તમામ વસ્તુઓ કંપની બ્રાન્ડની જ વાપરે છે અને તેથી લોકોમાં આ સેન્ડવીચનો ક્રેઝ વધ્યો છે. ભાવનગરના ઘોઘાસર્કલમાં આવેલ હિતેશ સન્ડ્વીચ વાળા હિતેષભાઈ  દ્વારા આ નવીન પ્રકારની સેન્ડવીચ બનવવામાં આવે છે અને લારી ઉપર સાંજના સમયે સેન્ડવીચ ખાનારાઓની ભારે ભીડ જોવા મળે છે.

Homemade cc cream: જાણો ઘરે કેવી રીતે બનાવી શકાય માર્કેટમાં મળતી CC Cream, ફાઉન્ડેશન વગર પણ મેકઅપ લાગશે ફ્લૉલેસ

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી

Google News Follow Us Link

Exit mobile version