Site icon સોહમ 24 ન્યુઝ

વડોદરાની છોકરીનો પોતાની જ જાત સાથે લગ્નનો નિર્ણય, બે અઠવાડિયાના હનીમૂનનો પણ છે પ્લાન

Table of Contents

Toggle

વડોદરાની છોકરીનો પોતાની જ જાત સાથે લગ્નનો નિર્ણય, બે અઠવાડિયાના હનીમૂનનો પણ છે પ્લાન

Barodian set to marry herself! સામાન્ય રીતે તમે એવું જોયું હશે કે એક બીજાને પ્રેમ કરતી બે વ્યક્તિ લગ્નના બંધનથી જોડાતી હોય છે. પણ શું કોઈ સ્ત્રીને પોતાની જાત સાથે લગ્ન કરતી જોઈ છે ખરી? વડોદરામાં આવું બનવા જઈ રહ્યું છે કે જેમાં ક્ષમા બિંદુ દુલ્હનની જેમ જ તૈયાર થઈને લગ્નના મંડપમાં બેસશે અને પોતાના આત્મા સાથે જ લગ્ન કરવાની છે. આ માટે તેણે બધી તૈયારીઓ પણ કરી લીધી છે.

Google News Follow Us Link

વડોદરાઃ અન્ય ભારતીય દુલ્હનની જેમ જ ક્ષમા બિંદુ પણ 11 જુલાઈના એ ખાસ દિવસે દુલ્હનની જેમ તૈયાર થશે. 24 વર્ષની વડોદરાની ક્ષમાએ આ માટેની તૈયારીઓ પણ કરી લીધી છે. પાનેતર અને ઘરેણાની ખરીદીની સાથે પાર્લર પણ બૂક કરાવી લીધું છે. તે દુલ્હન બનીને મંડપમાં બેસવા માટે તૈયાર છે. જોકે, તેની સાથે ફેરા ફરવા માટે વરરાજા નહીં હોય. તમને આશ્ચર્ય થશે કે વરરાજા નહીં હોય તો ફેરા કોની સાથે ફરશે દુલ્હન? પરંતુ અહીં ક્ષમા કોઈ છોકરા સાથે નહીં પરંતુ પોતાની જાત સાથે જ લગ્ન કરવા જઈ રહી છે. પોતાના જ આત્મા સાથે લગ્નનો નિર્ણય કરનારી ક્ષમાએ હનીમૂન પર જવાનો પણ પ્લાન બનાવ્યો છે. તે બે અઠવાડિયા માટે દેશના આ સૌથી પ્રખ્યાત સ્થળ પર હનીમૂન પર જવાની છે.

આ સાંભળીને ઘણાંને વિશ્વાસ નથી થતો પરંતુ આ વાત સાચી છે. ક્ષમા પરંપરાગત રીતે અનુષ્ઠાન કરીને અને ત્યાં સુધી કે તે સિંદૂર પણ લગાવશે, આ લગ્નમાં બધું જ થશે પણ વરરાજા નહીં હોય અને મોટી જાન પણ નહીં હોય. ગુજરાતમાં લગભગ આ રીતે પોતાની જાત સાથે પહેલીવાર લગ્ન થઈ રહ્યા છે.

દુલ્હન બનવા માગતી હતી પરંતુ લગ્ન નહોતા કરવા

ક્ષમાએ જણાવ્યું કે, “હું લગ્ન કરવા નહોતી માગતી, પરંતુ હું દુલ્હન બનવા માગતી હતી. માટે મે પોતાની જાત સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.” ક્ષમાએ આ અંગે તપાસ કરવા માટે ઓનલાઈન સર્ચ કર્યું હતું કે દેશમાં કોઈ મહિલાએ પોતાની સાથે લગ્ન કર્યા છે? પરંતુ તેને એવું કોઈ મળ્યું નહીં. તેણે કહ્યું, “લગભગ હું આપણા દેશમાં પોતાની જાત સાથે પ્રેમનું એક ઉદાહરણ સ્થાપિત કરનારી પહેલી છોકરી છું.”

હાર્દિક પટેલ : ભાજપમાં કેમ જોડાઈ રહ્યા છે અને કયાં કારણો જવાબદાર છે?

મારી જાતને કરું છું પ્રેમ એટલે મારી જાત સાથે લગ્ન

ખાનગી ફર્મમાં નોકરી કરનારી ક્ષમાએ કહ્યું, “પોતાની જાત સાથે લગ્ન અને પોતાના માટે શરત વગરનો પ્રેમ હોવો તે પ્રતિબદ્ધતા છે. આ આત્મ-સ્વીકૃતિનું કાર્ય છે. લોકો કોઈ એવી વ્યક્તિ સાથે લગ્ન કરે છે કે જેને પ્રેમ કરતા હોય. હું મારી જાતને પ્રેમ કરું છું અને એટલે જ લગ્ન પણ મારી જાત સાથે જ કરી રહી છું.”

માતા-પિતા પણ ક્ષમાના નિર્ણયથી ખુશ

ક્ષમાએ કહ્યું કે કેટલાક લોકો આત્મ-વિવાહને અપ્રાસંગિક માને છે. પરંતુ હકીકતમાં જે દર્શાવવાની કોશિશ કરું છું તે એ છે કે મહિલાનું મહત્વ શું છે. ક્ષમાએ કહ્યું કે તેના માતા-પિતા મુક્ત વિચારોવાળા છે અને તેમણે પણ આ લગ્ન માટે આશીર્વાદ આપ્યા છે.

મંદિરમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો

ક્ષમાએ પોતાના લગ્ન ગોત્રીના મંદિરમાં કરવાનો નિર્ણય લીધો છે. પોતાની સાથે લગ્નના નિર્ણય પર તે પાંચ વચન લેશે. લગ્ન માટેનું આમંત્રણ પણ લોકોને મોકલી દેવામાં આવ્યું છે. 11મી જૂને સાંજે 5 વાગ્યે લગ્નનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે. આ પહેલા 9 તારીખે મહેંદી સેરેમની પણ રાખવામાં આવી છે.

કેકેના મોત માટે જવાબદાર કોણ?: ઓડિટોરિયમનું એસી બંધ હતું, ગરમીને કારણે સિંગર વારંવાર પરસેવો લૂછતા હતા

બે અઠવાડિયાનો હનીમૂન પ્લાન પણ બનાવ્યો છે

ક્ષમાના લગ્નમાં કેટલાક મિત્રો અને સાથે કામ કરતા લોકો જોડાવાના છે, પરંતુ તેના માતા કે જેઓ આવી શકે તેમ નથી તેથી તેઓ વીડિયો કૉલ દ્વારા આશીર્વાદ આપશે. હજુ આ પૂરું નથી થયું. ક્ષમા લગ્ન પછી હનીમૂન પર પણ જવાની છે. ક્ષમા બે અઠવાડિયા માટે ગોવા હનીમૂન માટે જશે અને આ છે ક્ષમાનો પોતાની જાત સાથેના લગ્નનો આખો પ્લાન!

તસ્કરોની વિચિત્ર હરકત: હળવદના માલિયાણમાં ઘરમાં કાંઈ ન મળતા તસ્કરોએ ફળિયામાં સુતેલી દીકરીનો ચોટલો કાપી નાખ્યો

વધુ સમાચાર માટે…

આઈ એમ ગુજરાત

Google News Follow Us Link

Exit mobile version