વિનાયક ચતુર્થી : શ્રાવણમાં ભગવાન શિવ અને ગણેશજીની પૂજા કરવાનો પાવન અવસર, જાણો મુહૂર્ત-પૂજા વિધિ
શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાન શિવ અને ગણેશજીને રિઝવવાનો શ્રેષ્ઠ દિવસ, વિનાયક ચતુર્થીએ ભગવાન ગણેશજીની પૂજા કરીને મેળવો કૃપા
- આજે વિનાયક ચતુર્થી
- ગણેશજીની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ અવસર
- જાણો ક્યારે અને કેવી રીતે કરશો પૂજા
પવિત્ર શ્રાવણ માસનો આજે પહેલો સોમવાર છે. સોમવાર ભગવાન શિવને સમર્પિત દિવસ છે. આ દરમિયાન ભગવાન શિવ પરિવારની પૂજા કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર અનુસાર દર મહિને બે ચતુર્થી આવે છે. એક સંકષ્ટી અને વિનાયક ચતુર્થી. કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે, જ્યારે શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે. વિનાયક ચતુર્થી શ્રાવણ માસના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે. આજે વિનાયક ચતુર્થી છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગણપતિની વિધિવત પૂજા કરવાથી તમામ બાધાઓ દૂર થાય છે. ત્યારે આવો આજે જાણીએ શ્રાવણ માસમાં વિનાયક ચતુર્થીનો શુભ સમય-પૂજા વિધિ વિશે.
શ્રાવણ વિનાયક ચતુર્થી વ્રત 2022નું શુભ મુહૂર્ત
હિન્દુ કેલેન્ડર મુજબ વિનાયક ચતુર્થી 1 ઓગસ્ટ, 2022ના રોજ સવારે 4.18 વાગ્યે શરૂ થશે અને 02 ઓગસ્ટ, 2022ના રોજ સવારે 5.13 વાગ્યે સમાપ્ત થશે. ગણેશજીની પૂજા માટેનો શુભ સમય 01 ઓગસ્ટના રોજ સવારે 11.06 થી બપોરે 1.48 સુધીનો રહેશે. આ દિવસે અભિજીત મુહૂર્ત બપોરે 12 થી 12.54 સુધી છે. ઉદયતિથિ અનુસાર, સાવન મહિનાની વિનાયક ચતુર્થીનું વ્રત 1 ઓગસ્ટ, 2022ના રોજ છે.
Ganesh Chaturthi 2021 : શ્રીગણેશ કેમ કહેવાયા એકદંત ? જાણો ગજાનનના એકદંત બનવાની ચાર રોચક કથા
શ્રાવણ વિનાયક ચતુર્થીની પૂજા પદ્ધતિ
શ્રાવણ વિનાયક ચતુર્થીની પૂજા કરવા માટે રોજિંદા કામમાંથી નિવૃત્ત થયા પછી સવારે ઉઠીને સ્નાન કરવું. આ પછી પૂજા સ્થાન પર ભગવાન ગણેશનું ધ્યાન કરતી વખતે વ્રતનો સંકલ્પ લેવો. પૂજા સ્થાન પીળું કપડું મૂકી તેના પર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો.
હવે ભગવાન ગણેશની ષોડશોપચાર પૂજા કરો. પૂજા દરમિયાન તેમને રોલી, મૌલી, જનોઈ, દૂર્વા, ફૂલ, પંચમેવ, પંચામૃત, ચોખા, મોદક, નારિયેળના લાડુ વગેરે ચઢાવો. આ પછી ભગવાનને ધૂપ-દીપ પ્રગટાવીને ગણેશ ચાલીસાનો પાઠ કરો.