Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યાની અખબારી યાદીમાં બહાર પડાઈ. રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ નબળા અને વંચિત જૂથના બાળકો શિક્ષણ પ્રવેશથી વંચિત ન રહે તે માટે RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા RTEની સહાયતા કેન્દ્રો અને હેલ્પલાઇન નંબરો કાર્યરત કરવામાં આવ્યાની જાણકારી આપવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગર જીલ્લામાં બે સ્થળેથી આરોગ્ય અધિકારીએ મા કાર્ડની કામગીરી કાર્યરત કરાવી

અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી શાળામાં 25 ટકા બાળકોને RTE હેઠળ વિનામૂલ્યે પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા નબળા અને વંચિત જૂથના બાળકોના વાલીઓ હાલ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં લાગી ગયા છે ત્યારે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 જુલાઈ જાહેર કરવામાં આવી છે. તેમજ ફોર્મ ભરવામાં કોઈ તકલીફ જણાય તો હેલ્પલાઇન નંબર 02752-283099 પણ કાર્યરત કરવામાં આવ્યો હોવાની જાણકારી આપવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગર નવા જંકશન રોડ અને કલ્યાણ નગર વિસ્તારમાં વૃક્ષારોપણ કરાયું

વધુ સમાચાર માટે…

Exit mobile version