વઢવાણ સુરેન્દ્રનગર ચાર લાખથી વધુ લોકોએ પ્રથમ ડોઝ અને એક લાખથી વધુ લોકોને સેકન્ડ ડોઝ અપાયો
- 16 જાન્યુઆરી થી કોવિડ રસીકરણની કામગીરી શરૂ
- ચાર લાખથી વધુ લોકોએ પ્રથમ ડોઝ
- એક લાખથી વધુ લોકોને સેકન્ડ ડોઝ
સુરેન્દ્રનગર જીલ્લામાં ચાર લાખથી વધુ લોકોએ પ્રથમ ડોઝ અને એક લાખથી વધુ લોકોને સેકન્ડ ડોઝ અપાયો હોવાની જાણકારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં 16 જાન્યુઆરી થી કોવિડ રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ પ્રથમ તબક્કામાં હેલ્થ કેર વર્કર અને ફ્રંટ લાઇન વર્કર રસી આપવામાં આવ્યા.
45 વર્ષથી વધુ ઉંમરના લોકોને ત્યાર પછી 4 જૂનથી 18 વર્ષથી ઉપરના લોકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યા બાદ આજે ચાર લાખથી વધુ લોકોને પ્રથમ ડોઝ અને એક લાખથી વધુ લોકોને સેકન્ડ ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવ્યા હોવાની જાણકારી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવી છે. હાલમાં જિલ્લામાં ચાર સંભાળી નવનિયુક્ત કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આ તમામ કામગીરી કરવામાં આવી હોવાની જાણકારી એક પ્રેસ નોંધના માધ્યમથી જાહેર કરવામાં આવી છે.
વઢવાણ સુરેન્દ્રનગર રેલવે જંકશન ખાતે ડિવિઝનના અધિકારીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ