વઢવાણ સુરેન્દ્રનગર જૂની હાઉસિંગ પાસે મકાનના પૈસા નથી આપવા કહીને હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાઈ
- મકાનના પૈસા નથી આપવા તેમ કહી હુમલો
- લાકડાના ધોકા વડે હુમલો
- મારી નાખવાની ધમકી

સુરેન્દ્રનગર જૂની હાઉસિંગ પાસે મકાનના પૈસા નથી આપવા તેમ કહી હુમલો કરતાં ચાર સામે ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર જૂની હાઉસિંગ પાસે મકાનના પૈસા બાબતે માથાકૂટ થવા પામી હતી.
જેમાં બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ ફરિયાદીનું મોટરસાયકલ ઉભું રખાવી મકાનના બાકી નીકળતા પૈસા નથી આપવા તેમ કહી ગાળો આપી લાકડાના ધોકા વડે હુમલો કરીને જમણા પગના નળાના ભાગે ઇજા પહોંચાડી.
વઢવાણ સુરેન્દ્રનગરના અનાજના ગોડાઉન પરથી રાશન સમિતિએ આનાજ પહોંચાડવાની કવાયત હાથ ધરાઇ
તેમજ મારી નાખવાની ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ શનિવારે મોડી રાત્રે નોંધાઈ છે. જ્યારે આ બનાવની પોલીસે ઓનલાઈન ફરિયાદ રવિવારે જાહેર કરી છે.
આ બનાવની જૂની હાઉસિંગ બોર્ડમાં રહેતા સિકંદર શાહ, અરમાનભાઈ શાહ, નિહાલભાઈ શાહ અને રિહાનભાઈ શાહ સહિત ચાર સામે વઢવાણ સુડવેલ સોસાયટીમાં રહેતા ઈકબાલભાઈ ઉસ્માનભાઈએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ વાઘેલા ચલાવી રહ્યા છે.