System Disrupted – સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઈ

Photo of author

By rohitbhai parmar

System Disrupted – સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઈ

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાતા શહેરીજનો પાણી માટે વલખાં મારી રહ્યાં છે.

Google News Follow Us Link

Water distribution system disrupted in Surendranagar urban areas

  • 5 થી 6 દિવસે ડહોળું પાણી આવતા રોષ

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાતા શહેરીજનો પાણી માટે વલખાં મારી રહ્યાં છે. ધોળીધજા ડેમમાંથી ભોગાવો નદીમાં પાણી છોડવામાં આવ્યું તે સમયે વરસાદને પગલે ધોળીધજા ડેમથી શહેરમાં પાણી પુરું પાડતી મુખ્ય પાઈપલાઈન પાણીમાં તણાઈ ગઈ હતી. તેમજ વીજ મોટરને પણ નુક્શાન પહોંચતા વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હોવાનો તંત્રનો દાવો છે.

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા ધોળીધજા ડેમ મારફતે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા એકાંતરે અથવા બે દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે ધોળીધજા ડેમ ઓવરફલો થયો હતો.

Sant Savaiyanath – સુરેન્દ્રનગરમાં સંત સવૈયાનાથ સર્કલ પાસે સીસીટીવી કેમેરા મૂકવા માંગણી

જેથી તેનું પાણી ભોગાવો નદીમાં છોડવામાં આવ્યું હતું. આ વરસાદને કારણે શહેરીજનોને પાણીપુરી પાડતી મુખ્ય પાઈપલાઈન પાણીમાં તણાઈ જતા તેમજ વિતરણ વ્યવસ્થાની ઈલેકટ્રીક મોટરને પણ નુકશાન થતાં હાલ છેલ્લા 8 દિવસથી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે.

Water distribution system disrupted in Surendranagar urban areas

હાલ પાલિકા તંત્ર દ્વારા પાંચ-છ દિવસે એક વખત પાણી આપવામાં આવી રહ્યું છે. પરિણામે ન છુટકે બોરવેલ, કુવા અથવા બહારથી વેચાતા ટેન્કરો ખરીદવાનો વારો આવતા ગરીબ અને મધ્યમવર્ગ પર આર્થિક બોજો વધ્યો છે. જ્યારે શહેરીજનોની મજબુરીનો લાભ લઈ પાણીના ટેન્કરના ભાવમાં પણ અચાનક વધારો કરી રૂ.1000 થી 1200 વસૂલવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે.

Matha Samachar – થાનનો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો બંધ રાખવાનો ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો

ઉપરાંત હાલમાં વિતરણ કરવામાં આવતું પાણી ખૂબ ડહોળુ હોવાથી પીવાનું તો દૂર, ઘરવપરાશના ઉપયોગમાં પણ લઈ શકાય તેમ ન હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું. હાલ ધોળીધજા ડેમ ભરેલો હોવા છતાં તંત્રની બેદરકારીના કારણે લોકોને નિયમીત અને શુધ્ધ પાણી મળતું ન હોવાના આક્ષેપો ઉઠયા છે. તેમજ પાલિકાના સત્તાધીશો દ્વારા સત્વરે કાર્યવાહી કરી રાબેતા મુજબ પાણીનું વિતરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Organized – ગુજરાત બિઝનેસ ગ્લોરી એવોર્ડ 2024 નું આયોજન કરાયું

ગુજરાત સમાચાર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link