Imran Khan એ કેમ ઝૂકાવ્યો પાકિસ્તાનનો ઝંડો? જાણો Geelani ની મોત બાદ કઈ રીતે ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર
સૈયદ અલી શાહ ગિલાનીના નિધન પર, પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ફરી એકવાર ભારત સામે ઝેર ઓક્યું છે. ઈમરાન ખાને ગિલાનીને ‘પાકિસ્તાની’ ગણાવીને પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ઝૂંકાવીને અડધી કાંઠીએ કર્યો.
- સૈયદ અલી શાહ ગિલાનીના નિધન
- પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ઝૂંકાવીને અડધી કાંઠીએ કર્યો.
ઇસ્લામાબાદ/શ્રીનગર:
જમ્મુ -કાશ્મીરમાં ત્રણ દાયકાઓથી અલગતાવાદી અભિયાનનું નેતૃત્વ કરનાર સૈયદ અલી શાહ ગિલાનીનું અવસાન થયું. તેઓ 92 વર્ષના હતા. ગિલાનીના મોત બાદ સુરક્ષા દળો પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તેને જોતા કાશ્મીર ઘાટીમાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો પણ સમાવેશ થાય છે. કોઈપણ પ્રકારની અફવા ન ફેલાય તે આશયથી આ નિર્ણય લેવાયો છે.
પાકિસ્તાનમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક:
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને સૈયદ અલી શાહ ગિલાનીના નિધન પર ફરી ઝેર ઓક્યું છે. સૈયદ અલી શાહ ગિલાનીના નિધન પર, ઇમરાન ખાને ભારત પર નિશાન સાધ્યું અને ગિલાનીને ‘પાકિસ્તાની’ ગણાવતા દેશનો ધ્વજ અડધો ઝૂકાવવાની જાહેરાત કરી. એટલું જ નહીં, ઇમરાને પાકિસ્તાનમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો છે.
ગિલાનીના મોત પર પાકિસ્તાને ઓક્યું ઝેર:
ઇમરાન ખાને ટ્વિટ કરીને કહ્યું, ‘કાશ્મીરી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના નિધનના સમાચાર સાંભળીને ખૂબ દુ:ખ થયું. ગિલાનીએ તેમના લોકો અને તેમના અધિકારો માટે જીવનભર લડ્યા. ભારતે તેમને જેલમાં રાખ્યાં અને ત્રાસ આપ્યો. અમે પાકિસ્તાનમાં તેમના સંઘર્ષને સલામ કરીએ છીએ અને તેમના શબ્દોને યાદ કરીએ છીએ. અમે પાકિસ્તાની છીએ અને પાકિસ્તાન આપણું છે. પાકિસ્તાનનો ધ્વજ અડધી કાંઠીએ રહેશે અને એક દિવસનો રાષ્ટ્રીય શોક મનાવીશું.
શું કહ્યું પાકિસ્તાનના વિદેશ મંત્રીએ?
ગિલાનીના નિધન પર પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ ટ્વીટ કર્યું હતું કે, પાકિસ્તાન કાશ્મીર સ્વાતંત્ર્ય ચળવળના મશાલ વાહક સૈયદ અલી શાહ ગિલાનીના નિધન પર શોક વ્યક્ત કરે છે. ગિલાનીએ ભારતીય કબજાની નજરબંદી હેઠળ અંત સુધી કાશ્મીરીઓના અધિકારો માટે લડ્યા. તેઓ શાંતિથી આરામ કરે અને તેમના સ્વતંત્રતાના સપના સાચા થાય.
ગિલાની સોપોરથી ત્રણ વખત ધારાસભ્ય રહ્યાં હતા:
અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની જમ્મુ-કાશ્મીરના સોપોરથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ હુર્રિયત કોન્ફરન્સના સ્થાપક સભ્ય હતા, પરંતુ તેમણે તેનાથી અલગ થઈને વર્ષ 2000 ની શરૂઆતમાં તહરીક-એ-હુર્રિયતની રચના કરી. વર્ષ 2008 માં અમરનાથ જમીન વિવાદ અને વર્ષ 2010 માં શ્રીનગરમાં એક યુવકના મોત બાદ ગિલાની વિરોધ પ્રદર્શનનો ચહેરો બની ગયા હતા.