શું Air India ની TATA Group માં ઘર વાપસી થશે? 68 વર્ષ બાદ એરલાઇન્સ ફરી TATA ના ફાળે જાય તેવા અણસાર

Photo of author

By SOHAM 24 NEWS

શું Air India ની TATA Group માં ઘર વાપસી થશે? 68 વર્ષ બાદ એરલાઇન્સ ફરી TATA ના ફાળે જાય તેવા અણસાર

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હવાઈ સેવાઓ બંધ થઈ ગઈ હતી. એરલાઇન્સ ફરી પુન શરૂ કરવામાં આવી ત્યારે 29 જુલાઇ 1946 ના રોજ ટાટા એરલાઇન્સનું નામ બદલીને એર ઇન્ડિયા લિમિટેડ કરવામાં આવ્યું હતું.

  • સરકારી કંપની એર ઇન્ડિયા(Air India)ને TATA ખરીદી શકે છે.
  • JRD TATAએ 1932 માં ટાટા એરલાઈન્સની સ્થાપના કરી હતી.
  • 68 વર્ષ બાદ ફરી એર ઇન્ડિયા ટાટા ના નામે થઇ

 શું Air India ની TATA Group માં ઘર વાપસી થશે? 68 વર્ષ બાદ એરલાઇન્સ ફરી TATA ના ફાળે જાય તેવા અણસાર

સરકારી કંપની એર ઇન્ડિયા(Air India)ને TATA ખરીદી શકે છે.મીડિયા રિપોર્ટ અનુસાર પેનલે એર ઇન્ડિયા માટે ટાટા ગ્રુપ(TATA GROUP)ની પસંદગી તરફ આગળ વધી રહી છે. ટાટા ગ્રુપ અને સ્પાઇસ જેટના અજય સિંહે એર ઇન્ડિયા માટે બોલી લગાવી હતી.

રિપોર્ટ અનુસાર સરકાર ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે JRD TATAએ 1932 માં ટાટા એરલાઈન્સની સ્થાપના કરી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હવાઈ સેવાઓ બંધ થઈ ગઈ હતી. એરલાઇન્સ ફરી પુન શરૂ કરવામાં આવી ત્યારે 29 જુલાઇ 1946 ના રોજ ટાટા એરલાઇન્સનું નામ બદલીને એર ઇન્ડિયા લિમિટેડ કરવામાં આવ્યું. આઝાદી પછી 1947 માં, એર ઇન્ડિયાની 49 ટકા ભાગીદારી સરકાર દ્વારા લેવામાં આવી હતી. 1953 માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.

Air India ની ડીલ સત્તાવાર TATA Group એ જીતી હોવાના અહેવાલ વહેતા થયા હતા 
આજે સવારે આ બીડ સત્તાવાર ટાટા ગ્રુપ દ્વારા જીતવામાં આવી હોવાના અહેવાલ વહેતા થયા હતા. દેશની સરકારી એરલાઇન કંપનીના વિનિવેશ માટે સરકાર ઘણા સમયથી પ્રયત્ન કરતી હતી નિષ્ણફળતાઓના કારણે આ ડીલ ચર્ચાનો વિષય બની હતી. આજે અહેવાલો બાદ ટ્વિટ કરી આ અહેવાલનું ખંડન કરાયું હતું.

 શું Air India ની TATA Group માં ઘર વાપસી થશે? 68 વર્ષ બાદ એરલાઇન્સ ફરી TATA ના ફાળે જાય તેવા અણસાર

68 વર્ષ બાદ ફરી એર ઇન્ડિયા ટાટા ના નામે થઇ
એર ઇન્ડિયા અગાઉ ટાટા ગ્રુપની કંપની હતી. આ કંપનીની સ્થાપના વર્ષ 1932 માં જેઆરડી ટાટા દ્વારા કરવામાં આવી હતી. આઝાદી પછી, ઉડ્ડયન ક્ષેત્રનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું અને તેના કારણે સરકારે ટાટા એરલાઇન્સના 49 ટકા શેર ખરીદ્યા હતા. બાદમાં આ કંપની પબ્લિક લિમિટેડ કંપની બની અને 29 જુલાઈ, 1946 ના રોજ તેનું નામ બદલીને એર ઇન્ડિયા રાખવામાં આવ્યું. 1953 માં સરકારે એર કોર્પોરેશન એક્ટ પસાર કર્યો અને કંપનીના સ્થાપક જેઆરડી ટાટા પાસેથી માલિકી હક્કો ખરીદ્યા હતા. આ પછી કંપનીને ફરીથી એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ લિમિટેડ નામ આપવામાં આવ્યું. હાલમાં વિનિવેશની પ્રક્રિયા હેઠળ ટાટા ગ્રુપે 68 વર્ષ પછી ફરી એકવાર પોતાની કંપની પાછી મેળવી છે.

એર ઇન્ડિયાને વેચવાના ઘણા પ્રયત્નો કરાયા હતા
વર્ષ 2018 માં એર ઇન્ડિયાને વેચવાના નિષ્ફળ પ્રયાસ પછી સરકારે ગયા વર્ષે જાન્યુઆરીમાં વિનિવેશની પ્રક્રિયા ફરી શરૂ કરી હતી અને એર ઇન્ડિયા એક્સપ્રેસ લિમિટેડમાં એર ઇન્ડિયાનો 100 ટકા હિસ્સો સહિત સરકારી માલિકીની એરલાઇનમાં તેનો 100 ટકા હિસ્સો અને એર ઇન્ડિયા SATS એરપોર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડમાં 50 ટકા ઇક્વિટીના વેચાણ માટે બિડ મંગાવાઈ હતી.

એકાએક મિની કાશ્મીર બની ગયુ ગુજરાતનું આ સ્થળ, જોવા ઉમટી પડ્યા લોકો

વધુ સમાચાર માટે…

TV9 ગુજરાતી