તમારા કામનું: ખેડૂતોને લખપતિ બનાવી શકે છે આ યોજના, 60% સબસિડી આપશે સરકાર, બસ કરવું પડશે આ કામ

Photo of author

By rohitbhai parmar

તમારા કામનું: ખેડૂતોને લખપતિ બનાવી શકે છે આ યોજના, 60% સબસિડી આપશે સરકાર, બસ કરવું પડશે આ કામ

કુસુમ યોજના હેઠળ ખેડૂતો, કિસાન પંચાયતો, સહકારી મંડળીઓનું એક જૂથ સોલાર પમ્પ લગાવવા માટે અરજી કરી શકે છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને 60 ટકા સબસિડી આપે છે.

Google News Follow Us Link

Your work: The scheme can make farmers millionaires, the government will provide 60% subsidy, just have to do this work

  • સરકાર આપે છે સોલાર પર સબસિડી
  • 30 ટકા લોનનો ખર્ચો પણ ઉપાડશે સરકાર
  • પીએમ કિસાન યોજના હેઠળ મળશે લાભ

સોલાર પંપ

છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઘણા રાજ્યો વીજ સંકટનો સામનો કરી રહ્યા છે. તેની સીધી અસર ખેતી પર પણ પડી હતી. આવી સ્થિતિમાં, ખેડૂતોને આ સમસ્યાનો સામનો કરવાનો વિકલ્પ મળ્યો છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને સોલર પંપ પર સબસિડી આપે છે.

60 ટકા મળશે સબસિડી

 કુસુમ યોજના હેઠળ ખેડૂતો, ખેડૂતોની પંચાયતો, સહકારી મંડળીઓના જૂથો સોલાર પંપ લગાવવા માટે અરજી કરી શકે છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને 60 ટકા સબસિડી આપે છ. આ ઉપરાંત લોનનો 30 ટકા ખર્ચ પણ સરકાર આપે છે. ખેડૂતોને આ યોજનાનો માત્ર ૧૦ ટકા જ ખર્ચ કરવો પડે છે. આ ઉપરાંત સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે પણ સરકાર ખેડૂતોને 17.50 લાખ ફંડ આપે છે.

કરોડપતિ બની શકો છે

સૌર પમ્પનો ઉપયોગ ખેતરોમાં સિંચાઈ ઉપરાંત વીજ ઉત્પાદનમાં પણ થઈ શકે છે. જો તમારી પાસે 4 થી 5 એકર જમીન છે, તો વર્ષમાં 15 લાખ યુનિટ વીજળી ઉત્પન કરી શકે છે. જે વીજળી વિભાગ દ્વારા તેને લગભગ 3 રૂપિયા 7 પૈસાના ટેરિફથી ખરીદે છે, તો તમે સરળતાથી વાર્ષિક 45 લાખ સુધીની આવક મેળવી શકો છો.

રાજ્ય અને કેન્દ્ર સાથે મળીને ચલાવે છે સ્કીમ 

રાજ્ય સરકાર, કેન્દ્ર સાથે મળીને તેને પોતપોતાના સ્તરે ચલાવે છે. આવી સ્થિતિમાં ખેડૂતો તેમના સંબંધિત રાજ્યોના વીજળી વિભાગનો સંપર્ક કરી શકે છે અને અને અન્ય માહિતી મેળવી શકે છે. આ ઉપરાંત ખેડૂતો પીએમ કુસુમ યોજનાની વેબસાઈટ પર જઈને આ યોજનાની જાણકારી મેળવી શકે છે.

ઇન્સ્ટાગ્રામ પર વધારવા માંગો છો ફોલોઅર્સ, તો અપનાવો આ સરળ રીત

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી

Google News Follow Us Link