સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાના પ્રધાનમંત્રી એપ્રેન્ટિસ ભરતી મેળામાં 280ની સામે 578 ઉમેદવાર ઊમટ્યા

Photo of author

By rohitbhai parmar

સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાના પ્રધાનમંત્રી એપ્રેન્ટિસ ભરતી મેળામાં 280ની સામે 578 ઉમેદવાર ઊમટ્યા

સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાના પ્રધાનમંત્રી એપ્રેન્ટિસ ભરતી મેળામાં 280ની સામે 578 ઉમેદવાર ઊમટ્યા

Google News Follow Us Link

સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાના પ્રધાનમંત્રી એપ્રેન્ટિસ ભરતી મેળામાં 280ની સામે 578 ઉમેદવાર ઊમટ્યા

  • સુરેન્દ્રનગર મહિલા આઇટીઆઈમાં સોમવારે પ્રધાનમંત્રી ભરતી મેળો યોજાયો
  • પ્રધાનમંત્રી એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાતા 280ની સામે 578 ઉમેદવાર ઊમટી પડ્યા

સુરેન્દ્રનગર મહિલા આઇટીઆઈમાં સોમવારે પ્રધાનમંત્રી ભરતી મેળો યોજાતા 280ની સામે 578 ઉમેદવાર ઊમટી પડ્યા હતા. જેમાંથી 439 ઉમેદવારની પ્રાથમિક પસંદગી જુદી-જુદી કંપનીઓમાં કરાઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના પ્રધાનમંત્રી એપ્રેન્ટિસ ભરતી મેળાનું સુરેન્દ્રનગરની મહિલા આઈટીઆઈમાં તા. 12 સપ્ટેમ્બરને સોમવારે આયોજન કરાયું હતું. આ મેળામાં જિલ્લાની વિવિધ 15 કંપની હાજર રહી હતી. એપ્રેન્ટિસની 280ની જગ્યાઓ સામે અંદાજે 578 જેટલા આઇટીઆઈ, ડિપ્લોમાં, ગ્રેજ્યુએટ કક્ષાના ઉમેદવારો હાજર રહ્યા હતા.

સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાના પ્રધાનમંત્રી એપ્રેન્ટિસ ભરતી મેળામાં 280ની સામે 578 ઉમેદવાર ઊમટ્યા

આ ભરતી મેળા દરમિયાન જ 12 જેટલા ઉમેદવારોના ઓનલાઈન કોન્ટ્રાકટ કરવામાં આવ્યો હતો. અંદાજે 439 ઉમેદવારની પ્રાથમિક પસંદગી કરી વિવિધ કંપનીમાં ભલામણપત્રો આપવામાં આવ્યા હતા. આ ભરતી મેળામાં જિલ્લાના તમામ તાલુકાની આઇટીઆઈમાંથી પાસ થયેલા ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મેળામાં સંસ્થાના આચાર્ય પી.કે.શાહ, મયુરભાઈ મકવાણા, જે.જે.રથવી, બી.ડી.જોષી, ડી.એન.રાઠોડ તેમજ સમગ્ર જિલ્લાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ મેળાને સફળ બનાવવા ડી.જે.ઝાલાએ જહેમત ઊઠાવી હતી.

કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને વઢવાણ ખાતે ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ કાર્યક્રમ યોજાયો

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link