- Advertisement -
HomeNEWSઝાલાવાડ પંથકમાં કોરોનાના નવા 75 પોઝિટિવ કેસ નોંધાયા : એક્ટિવ કેસ 333

ઝાલાવાડ પંથકમાં કોરોનાના નવા 75 પોઝિટિવ કેસ નોંધાયા : એક્ટિવ કેસ 333

- Advertisement -

ઝાલાવાડ પંથકમાં કોરોનાના નવા 75 પોઝિટિવ કેસ નોંધાયા : એક્ટિવ કેસ 333

Google News Follow Us Link

ઝાલાવાડ પંથકમાં કોરોનાના નવા 75 પોઝિટિવ કેસ નોંધાયા : એક્ટિવ કેસ 333

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાને લઈને પરિસ્થિતી દિવસેને દિવસે ચિંતાજનક બનતી જાય છે. સોમવારે જિલ્લામા વધુ 75 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે એકટીવ કેસની સંખ્યાએ ત્રેવડી સદી ફટકારી દીધી છે. 333 એકટીવ કેસ છે જિલ્લામાં  18 દર્દી અને અત્યાર સુધીમાં 79 દર્દી સાજા થયા છે. 

  • શરદી-ઉધરસ-તાવના દર્દીઓ વધ્યા હોવાથી કોરોનાના કેસમાં ઉછાળો
  • માસ્ક વગર ફરતા લોકોમાં કોરોનાના લક્ષણો હશે તો સુપર સ્પ્રેડર બની શકે છે
  • કોરોનાના નવા 75 પોઝિટિવ કેસ નોંધાયા : એક્ટિવ કેસ 333

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાને લઈને પરિસ્થિતી દિવસેને દિવસે ચિંતાજનક બનતી જાય છે. સોમવારે જિલ્લામા વધુ 75 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે એકટીવ કેસની સંખ્યાએ ત્રેવડી સદી ફટકારી દીધી છે. 333 એકટીવ કેસ છે જિલ્લામાં 18 દર્દી અને અત્યાર સુધીમાં 79 દર્દી સાજા થયા છે. જિલ્લામાં હાલ શરદી-ઉધરસ-તાવના દર્દીઓ વધ્યા હોવાથી કોરોનાના કેસમાં ઉછાળો આવે તેવી શકયતા છે અને માસ્ક વગર આવી બિમારી લઈને ફરતા લોકોમાં કોરોનાના લક્ષણો હશે તો સુપર સ્પ્રેડર બની શકે છે તેથી ટેસ્ટીંગ વધારવાની અને માસ્ક ફરજીયાત કરવાની જરૂર છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે વધુ 75 કેસ થવા આવ્યા છે સૌથી વધુ શહેરી વિસ્તારમાંથી 64 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાંથી 11 કેસ નોંધાયા છે. તાલુકા વાઈઝ જોઈએ તો ચોટીલા શહેરી વિસ્તારમાં 1 કેસ, ચુડા ગ્રામ્ય વિસ્તારમાં 1 કેસ, ધ્રાંગધ્રા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાંથી 1 અને શહેરી વિસ્તારમાંથી 3 મળી કુલ 4 કેસ, લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 6 કેસ, લીંબડીના શહેરી વિસ્તારોમાંથી 16 કેસ,પાટડીના ગ્રામ્ય વિસ્તારોમાંથી 2 કેસ, થાનગઢ શહેરી વિસ્તારમાં 1 કેસ અને વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી 1 અને શહેરી વિસ્તારમાંથી 43 કેસ મળી કુલ 44 કેસ નોંધાયા છે ગઈકાલે 18 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે.

કથક સમ્રાટ પંડિત બિરજુ મહારાજનું નિધન, 83 વર્ષની વયે હાર્ટ એટેક આવતાં અંતિમ શ્વાસ લીધા

અત્યાર સુધીમાં કુલ 79 દર્દી સાજા થયા છે તાલુકાવાર જોઈએ તો ચોટીલા તાલુકામાં 11 એકટીવ કેસ, ચુડા તાલુકામાં 6 એકટીવ કેસ, ધ્રાંગધ્રા તાલુકામાં 68 એકટીવ કેસ, લખતર તાલુકામાં 25 એકટીવ કેસ, લીંબડી તાલુકામાં 42 એકટીવ કેસ, મુળી તાલુકામાં 6 એકટીવ કેસ, પાટડી તાલુકામાં 16 એકટીવકેસ, સાયલા તાલુકામાં 6, થાનગઢ તાલુકામાં 3 અને વઢવાણ તાલુકામાં 150 એકટીવ કેસ છે ગઈકાલે 1983 આર.ટી.પી.સી.આર અને 511 એન્ટીજન મળી કુલ 2494 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં રેકોર્ડ બ્રેક 75 પોઝીટીવ કેસ નોંધાયા છે અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જીલ્લામા હાલ શરદી, ઉધરસ અને તાવના દર્દીઓ વધ્યા છે.

કોરોનાની બીકે મોટાભાગના લોકો ટેસ્ટ કરાવવા જતા નથી પરિણામે, શરદી-ઉધરસ અને તાવના લક્ષણો ધરાવતા અને અજાણ્યે કોરોનાના લક્ષણો (હોય તો) ધરાવતા આવા લોકો માસ્ક વગર સાબિત થવાની શકયતા છે. તેથી તંત્રએ માસ્ક ન પહેરતા લોકોને માસ્ક પહેરવાની ફરજ પાડવી જોઈએ તેમજ આરોગ્ય તંત્ર દ્વારા હજુ પણ વધુને વધુ ટેસ્ટીંગ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ જેથી કોરોનાના સાચા કેસ સામે આવી શકે. અત્રે એ પણ નોંધનીય છે કે, સુરેન્દ્રનગર ખાતે આવેલી જીલ્લા કક્ષાની સરકારી કચેરીઓમાં વેકસીનના બન્ને ડોઝ લીધા હોય તેવા વ્યકિતએ જ સર્ટીફીકેટ જોઈ પ્રવેશ આપવાનો સુચનાનો ઉલાળીયો થતો જોવા મળે છે.

મંદબુદ્ધિની બાળકી સાથે દુષ્કર્મ કરનારને સુરેન્દ્રનગરની કોર્ટે ફટકારી 10 વર્ષની સજા, ઢીંગલી બતાવીને લેવાઈ હતી બાળકીની જુબાની

ખુદ જીલ્લાપંચાયતમાં જ કોઈ ચેકીંગ થતુ હોય તેમ જણાતુ નથી. બજારમાં મોટા ભાગના લોકો માસ્ક વગર ફરતા જોવા મળે છે. આરોગ્ય શાખાના સુત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાની પરિસ્થિતી ઉપર વોચ રખાઈ રહી છે. ગમે તે પરિસ્થિતિ સામે પહોંચી વળવા તૈયારી રખાઈ છે. હાલ જીલ્લાની છ હોસ્પિટલો સુરેનદ્રનગર, લીંબડી, ચુડા, પાટડી અને ચોટીલામાં ઓકસીજન પ્લાન્ટ કાર્યરત છે જીલ્લામાં ઓકસીજન સુવિધા સાથેના 500 બેડ ઉપલબ્ધ છે. કોન્સ્ટ્રેપ્ટર વાળા 278 બેડ ઉપલબ્ધ છે 650 જનરલ બેડ ઉપલબ્ધ છે. આરોગ્યતંત્ર પાસે 1326 જેટલા ઓકસીજન સિલીન્ડર ઉપલબ્ધ છે. રાહતના સમાચાર એ છે કે, અત્યારે માત્ર 1 દર્દી જ ગાંધી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આગામી દિવસોમાં જરૂર પડશે તો સરકારી હોસ્પીટલોમાં કોવિડ સેન્ટરો ઉભા કરવામાં આવશે તેમ જણાવાયુ છે.

જિલ્લામાં ઓકસીજન સાથેની કેપેસિટીવાળા 500 બેડ ઉપલબ્ધ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, લીબંડી, સુરેન્દ્રનગર, ચુડા, પાટડી અને ચોટીલા એમ છ તાલુકામાં હાલ ઓકસીજન પ્લાન્ટ તૈયાર છે. તંત્ર પાસે ઓકસીજન કેપેસીટી સાથે 500 બેડ, કોન્સ્ટ્રેપ્ટર વાળા 278 બેડ અને જનરલ 650 બેડ ઉપલબ્ધ છે. 1326 જેટલા સિલીન્ડર ઉપલબ્ધ છે. ગઈકાલ સુધીમાં 8388 લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે 15 થી 18 વર્ષના બાળકોના રસીકરણ અ ભિયાનમાં અત્યાર સુધીમાં 56369 ડોઝ અપાયા છે. 18 થી 45 વર્ષના લોકોને 12,95,287 પ્રથમ ડોઝ અને 12,58,678 બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

જીવદયા પ્રેમીની અનોખી ઓફર; 1 કિલો પતંગની દોરીનું ગૂંચડું આપી જાવ અને ફ્રીમાં ભારોભાર નાસ્તો લઈ જાવ

પોલીસ કર્મચારીઓ અને રાજકીય આગેવાનો પણ કોરોનાની ઝપટમાં આવ્યા

સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના કહેર મચાવી રહ્યા છે. જીલ્લામાં બે પી.આઈ.અને બે કર્મચારી સહીત 4 પોલીસ કર્મચારી કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. આમ આદમી પાર્ટીના એક નેતા પણ સંક્રમીત થયા છે. જીલ્લામાં કોરોનાની રફતાર વધતી જાય છે ત્યારે લોકોએ હવે સતર્ક અને સાવચેત રહીને ગાઈડલાઈનનું પાલન કરવાની સાથે માસ્ક પહેરવાની તસ્દી લેવી જરૂરી બની છે.

થાનગઢ પંથકમાં કોરોના વિસ્ફોટ : 27 પોઝિટિવ કેસની ચર્ચા

થાનગઢ તાલુકામાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એક સાથે 27 પોઝીટીવ કેસ નોંધાયા હોવાનું બિન સતાવાર રીતે જાણવા મળેલ છે. સતાવાર રીતે થાનગઢમાં 1 કેસ નોંધાયો છે. પરંતુ આરોગ્યતંત્ર દ્વારા બે વાગ્યા સુધીના રીપોર્ટીંગમાં આવતા આંકડા જાહેર કરાતા હોઈ 27 પોઝીટીવ કેસ રીપોર્ટીંગ બાદના ગણી આવતીકાલમાં ગણાશે તેમ જાણવા મળેલ છે થાનગઢના નાયબ મામલતદાર પણ સંક્રમીત થયા હોવાનું ચર્ચાય છે.

સીએમ અરવિંદ કેજરીવાલ આજે સાંજે દેશભરના કાર્યકરોને સંબોધન કરશે, વર્ચ્યુઅલ રીતે કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત

વધુ સમાચાર માટે…

ગુજરાત સમાચાર 

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

ધ્રાંગધ્રાના દુદાપુર નજીક કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત – ટ્રાફિકજામ

ધ્રાંગધ્રાના દુદાપુર નજીક કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત - ટ્રાફિકજામ Google News Follow Us Link ધ્રાંગધ્રા કચ્છથી અમદાવાદ ફોરલેન રોડ પર વાહન ચાલકો ગફલતભરી રીતે વાહન ચલાવતા અવારનવાર અકસ્માતો બનતા જોવા મળતાં હોય છે. ત્યારે આવો જ એક બનાવ બનવા પામ્યો હતો. જેમાં સવારના સમયે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા દુદાપુર નજીક હાઈવે ઉપર નજીક કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સજાયો હતો. જેમાં ચાલકને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ...