Labour Rewards – એસ.એસ. વ્હાઈટ કંપનીનાં કર્મચારીઓ “શ્રમ પારિતોષિક” પસંદગી પામ્યા
ગુજરાત સરકારના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા,ગુજરાતના ઔદ્યોગિક એકમનાં શ્રમયોગી દ્વારા સંકટ સમયની સૂઝ,ઉત્પાદન-ઉત્પાદકતામાં વધારો,ઔદ્યોગિક શાંતિ જાળવવા અને કામદાર કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી પ્રદાન કરનાર ગુજરાતનાં શ્રમયોગીઓને રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે તારીખ 3જી ફેબ્રુઆરીનાં રોજ શ્રમ, કૌશલ્ય,વિકાસ અને રોજગાર મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત, શ્રમ,કૌશલ્ય,વિકાસ અને રોજગાર અગ્ર સચિવશ્રી ડૉ.અંજુ શર્મા અને નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, ગુજરાત રાજ્ય શ્રી પી.એમ. શાહ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા.
આ “શ્રમ પારિતોષિક” કાર્યક્રમનાં અંતર્ગત વઢવાણ સ્થિત અમેરિકન કંપનીનાં બે કર્મચારીઓ પ્રતિક સોલંકી અને જયદીપ ખાંદલાની પસંદગી થયેલ અને જેમને પારિતોષિક અને ચેક એનાયત કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જીલ્લાના શ્રમયોગીઓની વધુમાં વધુ પસંદગી થાય તે માટે ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થનાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી જતિન આદેશરાએ ખુબ જ જહેમત ઉઠાવેલ.