Surendranagar – સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટર વાહન કર બાકી હોય તેમના કર વસુલાત માટે કાયદાકીય પ્રક્રિયા ચાલુ કરાઈ
- મોટર વાહન માલિકે બાકી રોડ ટેક્ષ ભરપાઈ કરી દેવાનો રહેશે
સુરેન્દ્રનગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લા ખાતે જેમના પણ મોટર વાહન કર બાકી હોય તેમનો કર વસુલાત માટે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા કાયદાકીય પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે.
આથી જે મોટર વાહન માલિક દ્વારા રોડ ટેક્ષ ભરપાઇ કરવામાં આવ્યો ના હોઈ તેવા મોટર વાહન ચાલકો, ટેક્ષ ડીફોલ્ટરના ધ્યાને દોરવામાં આવે છે કે બાકી કર પર દર મહિને 2% દંડ મહત્તમ 25% સુધી અને દર મહિને 1.5% વ્યાજ ઉમેરાતું જાય છે. જેથી આ રકમમાં હજુ વધારો ન થાય તે માટે તાત્કાલિક કર ભરવાનો રહેશે.
ટૂંક સમયમાં આવા તમામ મોટર વાહનના બાકી રોડ ટેક્ષ સંબંધિત મોટર વાહન માલિકની મિલકત પર રેવન્યુ રાહે બોજો નાખવાની કાર્યવાહી પણ કરવામાં આવનાર હોય તાત્કાલિક જે તે મોટરવાહન માલિકે બાકી રોડ ટેક્ષ ભરપાઇ કરી દેવા યાદીમાં જણાવાયું છે.
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
અરૂણા ડાવરા