Vankar Samaj – સમસ્ત વણકર સમાજ વિકાસ ટ્રસ્ટના હોદ્દેદારો નિમાયા
સુરેન્દ્રનગર સમસ્ત વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ, જોરાવરનગર, સુરેન્દ્રનગરની નવી રચાયેલી કારોબારી સમિતિના નવા વરાયેલા હોદ્દેદારોની વરણી કરવામાં આવી. જેમાં પ્રમુખ મુકેશભાઈ પી.મકવાણા સતત ત્રીજી વાર પ્રમુખ બન્યા હતા. તેમજ ઉપપ્રમુખ રણજીતભાઇ એ.વાણિયા, મંત્રી હિંમતભાઈ એચ.રાઠોડ, સહમંત્રી જયંતીભાઈ કે.રાઠોડ, ખજાનચી રાજેશભાઈ એન.સોલંકી, ઈ. ઓડિટર ગુલાબભાઈ પી. વાઘેલા સહિતના સર્વે હોદ્દેદારની વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમાજના આગેવાન ખીમજીભાઇ સિંધવ, ગોરધનભાઈ વાઘેલા, નથુભાઈ પરમાર, દલિત હીતરક્ષક સમિતિના પ્રમુખ મનસુખભાઈ પરમાર તેમજ કારોબારી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તમામ હોદ્દેદારોને વણકર સમાજ દ્વારા બિરદાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નટુભાઈ ડી. રાઠોડ એ જહેમત ઉઠાવી હતી.
Anindra Vidyalaya – અણીન્દ્રા વિદ્યાલયમાં ‘ચાલો શીખીયે’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો