ધ્રાંગધ્રા સબજેલના કેદીઓને ખોરાક પુરો પાડવા અંગે ભાવો મંગાવાયા
- ધ્રાંગધ્રા સબજેલના કેદીઓને ખોરાક પુરો પાડવા અંગે ભાવો મંગાવાયા
ધ્રાંગધ્રા સબજેલના કાચા/પાકા કામના કેદીઓને રાંધેલા ખોરાક જમાડવાનો તથા અન્ય સેવાઓનો વાર્ષિક ઈજારો ૧-૪-૨૦૨૧ થી ૩૧-૩-૨૦૨૨ સુધી આપવાનો હોય જે માટેની અરજીઓ (ટેન્ડર) મંગાવવામાં આવે છે. આ અંગે પુરી પાડવાની વસ્તુઓ અને ખોરાક અંગેની યાદી તથા ટેન્ડરોની શરતો વિગેરે મામલતદાર કચેરી- ધ્રાંગધ્રા ખાતેથી કચેરીના કામકાજના ચાલુ દિવસોમાં મેળવી લઈ તા. ૨૫-૩-૨૦૨૧ સુધીમાં બપોરના ૩-૦૦ કલાક સુધીમાં સીલબંધ કવરમાં ભાવપત્રક મામલતદાર કચેરી ધ્રાંગધ્રા ખાતે રજુ કરવા જેલ સુપ્રિટેન્ડેન્ટ અને મામલતદારશ્રી- ધ્રાંગધ્રાની અખબારી યાદીમાં જણાવાયું છે.
જિલ્લા નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક