Rajpar – વઢવાણના રાજપર ગામની કેનાલમાં ઝંપલાવી છૂટાછેડા લીધેલા દંપતીનો આપધાત
- છૂટેછેડા થયેલા યુવક-યુવતીનો કમરમાં દુપટ્ટો બાંધી કેનાલમાં ઝંપલાવી આપઘાત
વઢવાણના યુવકે 4 મહિના પહેલાં છૂટાછેડા લીધેલી યુવતી સાથે તાલુકાના રાજપર પાસેથી પાસેથી મૂળચંદ તરફ પસાર થતી કેનાલમાં રવિવારની રાત્રે દુપટ્ટો બાંધી ઝંપલાવ્યુ હતુ. સોમવારે બંનેના મૃતદેહ મળતાં પરિવારમાં શોક છવાયો હતો. યુવકે પરિવારને ટેક્સ મેસેજ કર્યા બાદ આપઘાત કરતાં ચકચાર મચી ગઇ છે.
4 મહિના પહેલા છૂટાછેડા થયા હતા
વઢવાણ માલધારી ચોક ગડીયા હનુમાન સામે રહેતા સિંધાભાઈ વરૂના દીકરા 25 વર્ષના રવિભાઈના લગ્ન અંદાજે એક-દોઢ વર્ષ પહેલા અમદાવાદ સેણબાયનગર સોલા રેલવે ક્રોસીંગ સોલા રોડ વિસ્તારમાં રહેતા કરશનભાઇ સરૈયાની 21 વર્ષની દીકરી ગાયત્રીબેન સાથે થયા હતા.
એક જ સમાજના આ યુવક-યુવતીના કોઇ કારણોસર અંદાજે 4 મહિના પહેલા છૂટાછેડા થયા હતા. પરંતુ તા.02-10-2023ને સોમવારે સવારે 09:00 કલાકે રવિભાઈ અને ગાયત્રીબેનના મૃતદેહ કેડેથી દુપટ્ટો અને પટ્ટો બાંધેલી હાલતમાં રાજપર પાસેથી મૂળચંદ તરફ પસાર થતી કેનાલમાંથી મળી આવતા ચકચાર ફેલાઇ હતી.
બી-ડિવીઝન પોલીસ મથકના પીએસઆઈ જી.એન.શ્યારા, હેડકોન્સ્ટેબલ હિંમતભાઈ વડેખણીયા, શક્તિસિંહ વાઘેલા સહિતની ટીમે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બીજી તરફ નોંધયીય છે કે યુવકે તેના પરિવારને ટેક્સ મેસેજ કરી જાણ કરી કે અમે બંને જણા કેનાલ પર આપઘાત કરીએ છીએ, બાઇક સહિતનો સામાન લઇ જજો. ત્યારબાદ ચાલુ ફોને કટ કરીને કેનાલમાં ઝંપલાવ્યુ હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી હતી. મૃતક યુવક દૂધનો વ્યવસાય કરતો હતો વઢવાણ માલધારી ચોક ગેડીયા હનુમાન સામે રહેતા સિંધાભાઈ વરૂને સંતાનોમાં 3 દિકરાઓ છે.
જેમાં રવિ બીજા નંબરનો દિકરો હતો. રવિભાઈ દૂધનો વ્યવસાય કરતા હતા. અને દૂધની ડેરી પણ ચલાવતા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી હતી. પરંતુ બંનેના મૃતદેહોને પીએમ માટે ગાંધી હોસ્પિટલે લાવવામાં આવતા બંનેના પરિવારો સહિતના લોકો હોસ્પિટલે દોડી આવ્યા હતા. આ ઘટનામાં જ્યાંથી બંને પડ્યા અને જે જગ્યાથી મૃતદેહ મળ્યા તેનું અંતર પણ 1 થી 2 કિમી સુધી થવાનો અંદાજ હોવાની વિગતો બહાર આવી હતી.