Bhadravi Poonam – યાત્રાધામ બેચરાજીના શંખલપુરમાં મૈયાની શોભાયાત્રા કઢાઈ, ‘બોલ માડી બહુચર જય જય બહુચર’ના જયઘોષ સાથે હજારો ભક્તો જોડાયા
- ભાદરવી પૂનમને લઇ ભક્તોનું શંખલપુર ઉમટ્યું
-
‘બોલ માડી બહુચર જય જય બહુચર’ના જયઘોષ સાથે હજારો ભક્તો જોડાયા
યાત્રાધામ બેચરાજીના શંખલપુરમાં હજારોની સંખ્યામાં માઈભક્તો દર્શને ઉમટ્યા હતા. રાત્રી દરમિયાન નીજ મંદિરથી પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે નીકળેલી બહુચર મૈયાની શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા. તેમજ પોલીસ વિભાગે પણ ખડેપગે રહી બંદોબસ્ત ગોઠવી સુરક્ષા આપી હતી.
ભાદરવી પૂનમે તીર્થધામ બહુચરાજી અને શંખલપુરમાં મા બહુચર પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા ધરાવતા હજારો માઈભક્તો શુક્રવારે વહેલી સવારથી જ દર્શન કરવા ઊમટી પડ્યા હતા. હાથમાં ધજા સાથે મંદિરના ચાચરચોકમાં પ્રવેશ કરતાં ભક્તો દ્વારા કરાતા માતાજીના જયઘોષથી માઇધામ દિવસભર ગૂંજતું રહ્યું હતું. રાત્રે 9-30 કલાકે નીજમંદિરથી પોલીસની ગાર્ડ ઓફ ઓનર સાથે નીકળેલી બહુચર મૈયાની શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં માઇભક્તો જોડાયા હતા અને બોલ માડી બહુચર જય જય બહુચરના જયઘોષ કરતાં અલૌકિક વાતાવરણ ઊભું થયું હતું.
મા બહુચરના મૂળ સ્થાનક શંખલપુર ધામમાં પણ વહેલી સવારથી શ્રદ્ધાળુઓની દર્શન માટે ભીડ જામી હતી. માતાજીને નયનરમ્ય શણગાર તેમજ અન્નકૂટ ધરાવાયો હતો. મંદિર ટ્રસ્ટ સંચાલિત બહુચર અન્નક્ષેત્રમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
ઝાલાવાડમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરી ધામધુમથી મહોત્સવની પૂર્ણાહુતિ કરાઇ