Gujarat – આ વર્ષે માર્ચથી વધી જશે ગરમીનો પારો, 40 ડિગ્રીને પાર પહોંચ્યો

Photo of author

By rohitbhai parmar

Gujarat – આ વર્ષે માર્ચથી વધી જશે ગરમીનો પારો, 40 ડિગ્રીને પાર પહોંચ્યો

Google News Follow Us Link

Gujarat - This year, the temperature will increase from March, reaching over 40 degrees

રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર પહોંચ્યો છે. સીઝનનું પ્રથમ વખત તાપમાન 40 ડિગ્રી પાર પહોંચ્યું છે. રાજકોટમાં  સૌથી વધુ 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના 4 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર નોંધાયું છે. રાજ્યના 14 શહેરોમાં તાપમાન 38 ડિગ્રી પાર નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન 38.3 ડિગ્રી પાર નોંધાયું છે. રાજ્યમાં હજુ પણ તાપમાન ઉંચકાવવાની આગાહી છે. એક સપ્તાહમાં તાપમાન 42 ડિગ્રી સુધી ઉંચકાવવાની સંભાવના છે.

રાજ્યમાં કાળઝાળ ગરમી આવી ગઈ છે. રાજ્યના તમામ શહેરોમાં તાપમાન ઉંચકાયું છે. રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર પહોંચ્યો છે. તો શિયાળામાં સૌથી વધુ ઠંડુ રહેતું કચ્છનું નલિયા શહેર ઉનાળામાં સૌથી વધુ ગરમ હોય છે. ગુજરાતમાં સૌથી વધુ તાપમાન નલિયામાં સૌથી વધુ 38.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો આંકડા અનુસાર, રાજ્યના 14 શહેરોમાં તાપમાન 38 ડિગ્રી પાર નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન 38.3 ડિગ્રી પાર નોંધાયું છે. રાજ્યમાં હજુ પણ તાપમાન ઉંચકાવવાની આગાહી છે.

રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાનનો આંકડા

  • અમદાવાદ 38.3 ડિગ્રી
  • ગાંધીનગર 37.0 ડિગ્રી
  • ડીસા  38.7 ડિગ્રી
  • વડોદરા 38.2  ડિગ્રી
  • અમરેલી 39.0 ડિગ્રી
  • ભાવનગર 36.9  ડિગ્રી
  • રાજકોટ 40.3 ડિગ્રી
  • સુરેન્દ્રનગર 39.7 ડિગ્રી
  • પોરબંદર 38.4  ડિગ્રી
  • વેરાવળ 38.3 ડિગ્રી
  • મહુવા 38.8 ડિગ્રી
  • ભુજ  38.7 ડિગ્રી
  • નલિયા 38.6 ડિગ્રી
  • કંડલા 38.6  ડિગ્રી
  • કેશોદ 39.1 ડિગ્રી

માર્ચના અંતમાં 40 ડિગ્રી સુધી તાપમાન જશે

દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનથી ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Tech Tips – વાયરલ તસવીરોની ઓળખ સરળ રીતે થઇ શકે છે, તસવીર એઆઇ છે કે કેમ તેની માહિતી મળી જશે

અંબાલાલ પટેલની વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે.  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે.

Wadhwan – વઢવાણ ગેબનશાપીર સર્કલની વચ્ચે લાઇટો બંધ રહેતા અંધારપટ્ટ છવાયો

વધુ એકવાર વરસાદની આગાહી

આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પંરતું 17 થી 20 માર્ચમાં ફરી એકવાર હવામાન પલટાશે. 17 થી 20 માર્ચે કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાશે. જો કે આ સમયે મહત્તમ તાપમાના 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી ભેજ આવવાની શક્યતા છે. એટલુ જ નહિ, હોળીના દિવસે વાદળવાયુ વાતાવરણ રહેશે.

આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ અને પવન રહેવાની શક્યતા છે. આ સમયે બંગાળાના ઉપસગારમાં હાલચલ રહેવાની શક્યતા છે. અરબી સમુદ્રના ભેજના કારણે ગુજરાતમાં વાદળવાયુ જણાશે. કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુ જણાશે.

કચ્છમાં ડેમ તળિયા ઝટક

કચ્છ જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ મોટા ભાગના ડેમો તળિયા ઝાટક થયા છે. જિલ્લામાં 20 જેટલા મધ્યમ સિંચાઇના ડેમો આવેલા છે જેમાંથી 3 ડેમમાં પાણીનો જથ્થો નહિવત છે. ત્યારે આગામી દિવસોમાં ઉનાળો આકારો બને તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

ઉનાળામાં જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવું અત્યારથી લાગી રહ્યું છે. જિલ્લામાં આગામી સમયમાં ગરમીનો માહોલ વધશે ત્યારે જિલ્લાના મધ્યમ કક્ષાના 20 ડેમમાં હવે માત્ર 37.05 ટકા જેટલું જ પાણી છે. 20 ડેમોમાં 123.12 મિલિયન ક્યુબિક ફીટ પાણીનો સંગ્રહ હવે બાકી રહ્યો છે. જિલ્લામાં મધ્યમ સિંચાઇ યોજનાના 20 ડેમ આવેલા છે. છેલ્લા અઠવાડિયાથી ગરમીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે ભુજ તાલુકાના સૌથી મોટા ડેમમાં 5 ટકા જેટલું પાણી પણ નથી બચ્યું. આગામી સમયમાં ઉનાળાના પગલે પાણીની માંગમાં વધારો થશે પરંતુ ડેમની જળસંગ્રહ શક્તિમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

Holi Special Train – ભાવનગરથી બાંદ્રા સુધી હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

ZEE 24 કલાક

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link