- Advertisement -
HomeNEWSHoli Special Train - ભાવનગરથી બાંદ્રા સુધી હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

Holi Special Train – ભાવનગરથી બાંદ્રા સુધી હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

- Advertisement -

Holi Special Train – ભાવનગરથી બાંદ્રા સુધી હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

Holi special train will be run from Bhavnagar to Bandra

  • સુરેન્દ્રનગર ગેટ સહિત 11 સ્ટેશનોએ ઉભી રહેશે.

ગુજરાતમાંથી મુંબઇ તરફ અને ત્યાંથી ગુજરાત તરફ અનેક લોકો તહેવારોમાં અવરજવર કરતા હોય છે. ત્યારે આગામી હોળીના તહેવારને લઇ મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર હોળી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.

આ અંગે ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદે જણાવ્યુ કે ટ્રેન નંબર 09210, 09209 ભાવનગર બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન નંબર 09210 ભાવનગર બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસથી 23 માર્ચ, 2024 શનિવારના રોજ રાત્રે 19:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 09:05 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે. ટ્રેન નંબર 09209 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી 24 માર્ચ, 2024 રવિવારના રોજ સવારે 11:15 વાગ્યે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ રાત્રે 00:30 વાગ્યે પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે.

આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે. આમ આગામી તહેવારને લઇ મુસાફરોની સુવિધા માટે રેલવેએ ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 09210 અને 09209 માટે ટિકિટ બુકિંગ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઇ.આર.સી.ટી.સી. (IRCTC) વેબસાઇટ પર ખુલશે.

Surendranagar – સુરેન્દ્રનગર ડિવાઇડરની ગ્રીલ સાથે વાહન અથડાવાના બનાવોમાં વધારો થયો

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Complaint of land grabbing – દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Complaint of land grabbing - દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ Google News Follow Us Link દસાડા તાલુકાના બજાણા ગામની સીમમાં સરકારી જમીન પર તલાવડી આવેલી હતી. આ તલાવડીમાં પશુ પંખીઓ પાણી પીતા હતા. જેમાં માટીથી બુરાણ કરીને ગામના સીદાર હબીબભાઇ સીપાઈએ જુવારનું વાવેતર કરી દીધું હતુ. આ ઉપરાંત તેને અડીને આવેલી...