રાજકોટ નેશનલ હાઈવે ઉપર છરીના ઘા મારી લૂંટમાં વપરાયેલ કાર સહિત એક બ્લેક કલરની જીપને પોલીસે કબ્જે કરી
- રૂપિયા 22.44 લાખની લૂંટમાં વપરાયેલી કાર સહિત એક અન્ય જીપ પોલીસે કબજે કરી
- કારને આંતરીને છરીના ઘા મારી રૂપિયા 22.44 લાખની લૂંટ ચલાવી
- સુરેન્દ્રનગર એલસીબી પોલીસે બંને વાહનોનો કબજો લઈને ધોરણસરની તપાસ હાથ ધરી છે
રાજકોટ નેશનલ હાઈવે ઉપર કારને ઓવરટેક કરી રૂપિયા 22.44 લાખની લૂંટમાં વપરાયેલી કાર સહિત એક અન્ય જીપ પોલીસે કબજે કરી. ગત તારીખ 15/02/2021ના રોજ 11 વાગ્યાના અરસામાં એક સફેદ કલરની કારએ એક અન્ય કારને આંતરીને છરીના ઘા મારી રૂપિયા 22.44 લાખની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. ત્યારે પોલીસે આ બનાવમાં ગુનામાં અંજામ આપનાર ઇસમોનો ડેટાબેઝ એકત્ર કરી. તેમજ વુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સની મદદથી ગુનામાં વાપરવામાં આવેલ સ્વીફ્ટ કારને શોધી કાઢવામાં પોલીસને સફળતા હાથ લાગી હતી. ત્યારે આ ઉપરાંત લુંટના પૈસામાંથી પંજાબ જઇ ત્યાથી ખરીદાયેલ એક કાળા કલરની જીપ ગાડી નં-પીબી-80-1312 પણ પોલીસે કબજે કરી છે.આમ સુરેન્દ્રનગર એલસીબી પોલીસે બંને વાહનોનો કબજો લઈને ધોરણસરની તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યએ કોરોનાની વેક્સીન લીધી.