જોરાવરનગર પોલીસ સ્ટેશન દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરી

Photo of author

By SOHAM 24 NEWS

જોરાવરનગર પોલીસ સ્ટેશન દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરી

  • સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાવાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
  • સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ ફરી એક વખત પોતાના એક્શન મોડમાં આવી છે.
  • લોકોને ફરજીયાત પણે માસ્ક બાંધવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો.
જોરાવરનગર પોલીસ સ્ટેશન દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરી
જોરાવરનગર પોલીસ સ્ટેશન દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરી

સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાવાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ ફરી એક વખત પોતાના એક્શન મોડમાં આવી છે. જોરાવરનગર પોલીસએ ચેકીંગ કામગીરી હાથ ધરી અને લોકોને ફરજીયાત પણે માસ્ક બાંધવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો.

જોરાવરનગર પોલીસ દ્વારા જોરાવરનગર પોલીસ સ્ટેશન બહાર ચેકીંગ કામગીરી હાથ ધરી માસ્ક ન બાંધનાર

વાહનચાલકોને ઊભા રાખી દંડ અને મેમાઓ ફટકારવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન

કોરોનાવાયરસમાં વધારો થઈ રહ્યો છે. જાણે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં કોરોના નો બીજો તબક્કાનો પ્રારંભ થઈ ગયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ ફરી એક વખત પોતાના એક્શન મોડમાં આવી છે. જ્યારે જોરાવરનગર પોલીસ મથકના પી.એસ.આઇ કુરેશી સાહેબની સૂચનાથી જોરાવરનગર પોલીસ સ્ટેશન બહાર પોલીસ કર્મીઓ દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે રોડ પરથી પસાર થતા વાહનચાલકોને ઉભા રાખી અને માસ્ક ન બાંધેલું હોય તેવા વાહનચાલકોને દંડ અને મેમાઓ ફટકારવામાં આવ્યા હતા.

વધુ સમાચાર માટે…

વઢવાણમાં 50થી વધુ રામભક્તોનું સન્માન : રૂ.26 લાખ નિધિ અર્પણ