સરોડી ગામ ની પ્રાથમિક શાળાની મુલાકાત લેતો કાર્યક્રમ યોજાયો હતો.
- સરોડી ગામ ની પ્રાથમિક શાળાની મુલાકાત લેતો કાર્યક્રમ યોજાયો હતો.
- થાનગઢ યોગાગ્રૂપ, લાઇન્સગ્રૂપ તેમજ સિનિયર સિટીઝન ગ્રુપના મેમ્બરો શાળાની મુલાકાત લીધી હતી.
- શાળાની લાઈબ્રેરી માટે 80 જેટલાં પુસ્તકો પણ આ તકે આપવામાં આવ્યા હતા.
થાનગઢ: સરોડી ગામ ની પ્રાથમિક શાળાની મુલાકાત લેતો કાર્યક્રમ યોજાયો હતો. થાનગઢ તાલુકાના સરોડી ગામની પ્રાથમિક શાળામાં મુલાકાતે તો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં થાનગઢ યોગાગ્રૂપ, લાઇન્સગ્રૂપ તેમજ સિનિયર સિટીઝન ગ્રુપના મેમ્બરો શાળાની મુલાકાત લીધી હતી અને મુલાકાત લઇને આનંદ વ્યક્ત કર્યો હતો. તેમજ શાળાની લાઈબ્રેરી માટે 80 જેટલાં પુસ્તકો પણ આ તકે આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે નાસ્તો અને બોલપેન પણ ભેટમાં આપવામાં આવી હતી. તેમજ કુમાર ગારમેન્ટ તરફથી 10 ટી-શર્ટ દીકરીઓને આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ વેળાએ રીટાયર્ડ શિક્ષકો તરફથી રૂપિયા 2500 તેમજ રૂપિયા 500 રોકડા જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ ખરીદવા માટે શાળાને ફાળવવામાં આવતા શાળાએ આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી.