બહુચર વિસ્તારમાં બજરંગદાસ બાપાની પ્રતિષ્ઠાને 18 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો હતો
- સુરેન્દ્રનગર બહુચર વિસ્તારમાં બજરંગદાસ બાપાની પ્રતિષ્ઠાને 18 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો.
- લોકોને અને બાળકોને ચોકલેટનો પ્રસાદ વેચીને બજરંગદાસ બાપાની આરતી ઉતારીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર બહુચર વિસ્તારમાં બજરંગદાસ બાપાની પ્રતિષ્ઠાને 18 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો. સુરેન્દ્રનગર બહુચર રોડ ઉપર આવેલ બાપા સીતારામની મઢુલી ખાતે પ્રતિષ્ઠા દિન નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિરને 18 વર્ષ પૂર્ણ થતા બાપા સીતારામના ભક્તો દ્વારા મંદિરની રંગબેરંગી રોશનીથી સુશોભિત કરી. તેમજ લોકોને અને બાળકોને ચોકલેટનો પ્રસાદ વેચીને બજરંગદાસ બાપાની આરતી ઉતારીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક લોકો અને બજરંગદાસ બાપાના સેવકોએ જહેમત ઉઠાવી હતી.
આણંદપર પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલ ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ