જૈન સાધ્વી મહારાજની ન્યૂરો-1 હૉસ્પિટલમાં સર્જરી

Photo of author

By SOHAM 24 NEWS

જૈન સાધ્વી મહારાજની ન્યૂરો-1 હૉસ્પિટલમાં સર્જરી

  • અમદાવાદની ન્યૂરો-1 હૉસ્પિટલમાં ડૉ.કેયૂર પટેલની ટીમ દ્વારા એક 56 વર્ષિય જૈન સાધ્વીજી કે જેઓ છેલ્લા 11 વરસથી કંપવાની બીમારીથી પીડાઈ રહ્યા હતા.
  • તેમની Deep Brain Stimulation નામની આધુનિક સર્જરી કરવામાં આવી.
  • આ ઓપરેશન આશરે 7-8 કલાક ચાલ્યું હતું.
  • વરસોથી ચાલતી પાર્કિન્સન્સ રોગની દવાઓમાં 50 થી 60 ટકા જેટલો ઘટાડો થયો હતો.
જૈન સાધ્વી મહારાજની ન્યૂરો-1 હૉસ્પિટલમાં સર્જરી
જૈન સાધ્વી મહારાજની ન્યૂરો-1 હૉસ્પિટલમાં સર્જરી

અમદાવાદની ન્યૂરો-1 હૉસ્પિટલમાં ડૉ.કેયૂર પટેલની ટીમ દ્વારા એક 56 વર્ષિય જૈન સાધ્વીજી કે જેઓ છેલ્લા 11 વરસથી કંપવાની બીમારીથી પીડાઈ રહ્યા હતા. તેમની Deep Brain Stimulation નામની આધુનિક સર્જરી કરવામાં આવી. સાધ્વીજીને છેલ્લા 3 વરસથી એમની નિયમિત દવાઓની અસર ઓછી થતાં શરીરમાં ધ્રૂજારી તથા અન્ય લક્ષણો વધી ગયા હતાં.

મકાન વેચવાનું છે

ન્યૂરો-1 ના ડૉ.કેયૂર પટેલની ટીમમાંથી પાર્કિન્સન્સ ડિસીઝ અને મુવમેન્ટ ડિસ ઓર્ડરના નિષ્ણાત ડૉ.મિતેષ ચંદારાણાએ દર્દીને તપાસી એમનું નિદાન કરીને દર્દીને (DBS) જેવી મગજની જટીલ સર્જરી માટે સલાહ આપેલ હતી. આ ઓપરેશન આશરે 7-8 કલાક ચાલ્યું હતું. અને ઓપરેશન પછી સાધ્વીજી સંપૂર્ણ સ્વસ્થ અવસ્થામાં હતા. ઓપરેશન બાદ પોતે જાતે ચાલી શકવા સક્ષમ બન્યા હતા. અને વરસોથી ચાલતી પાર્કિન્સન્સ રોગની દવાઓમાં 50 થી 60 ટકા જેટલો ઘટાડો થયો હતો. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 7 વરસમાં પ્રથમ વખત ન્યૂરો-1 ખાતે આ પ્રકારની સર્જરી કરવામાં આવી. જેના માટે પહેલા દર્દીઓને મુંબઈ અથવા અન્ય મોટા શહેરોમાં જવું પડતું હતું.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર વઢવાણના હાથીખાના પાસે રહેતી મહિલાનું ટ્રક અડફેટે મોત ફરિયાદ નોંધાઈ