રાત્રે 8 થી સવારના 6 સુધી કરફ્યુ

Photo of author

By SOHAM 24 NEWS

રાત્રે 8 થી સવારના 6 સુધી કરફ્યુ

  • કોર કમિટીની બેઠક બાદ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ રાજ્યની આઠ મહાનગરપાલિકામાં કરફ્યુ જાહેર કરેલ છે.
  • સુરેન્દ્રનગરમાં 7 એપ્રિલ બુધવાર રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ જાહેર કરેલ છે.
  • સંચારબંધી 30 એપ્રિલ સુધી લાગુ રહેશે.
રાત્રે 8 થી સવારના 6 સુધી કરફ્યુ
રાત્રે 8 થી સવારના 6 સુધી કરફ્યુરાત્રે 8 થી સવારના 6 સુધી કરફ્યુ

ગુજરાત હાઇકોર્ટ કોરોનાની સ્થિતિને લઇને રાજ્યમાં સંક્રમણની ચેઇન તોડવા માટે 3-4 દિવસ કરફ્યુ કે લોકડાઉનનું સરકારને સૂચન કરતાં કોર કમિટીની બેઠક બાદ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ રાજ્યની આઠ મહાનગરપાલિકા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, ભાવનગર સહિત આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 7 એપ્રિલ બુધવાર રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ જાહેર કરેલ છે. આ સંચારબંધી 30 એપ્રિલ સુધી લાગુ રહેશે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં રાત્રિ કર્ફ્યૂના પહેલા દિવસે નવાણું પોઇન્ટ નવાણું ટકા રાત્રિ કરફ્યુનો અમલ જોવા મળીયો

કોરોનાના વકરતા સંક્રમણને ધ્યાને લઇ રાજ્યમાં 30મી એપ્રિલ સુધી તમામ રાજકીય અને સામાજિક મેળાવડા ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પચાસથી વધુ સંખ્યામાં ભેગા થવા ઉપર રોક લગાવી છે લગ્ન સમારંભોમાં અત્યાર સુધી 200 માણસો માટે છૂટ હતી, પરંતુ હાઇકોર્ટની સૂચનાને પગલે આમાં પણ 50 ટકા કાપ મૂકી એટલે કે 100 માણસની છૂટ મળશે. એપ્રિલમાં તમામ સરકારી કચેરીઓ શનિ-રવિ બંધ રહેશે. ઉપરાંત સરકારી કચેરીઓમાં પ્રવેશ ઉપર પણ આંશિક પ્રતિબંધ લાદી દેવાયો છે.

વધુ સમાચાર માટે…

જૈન સાધ્વી મહારાજની ન્યૂરો-1 હૉસ્પિટલમાં સર્જરી