થાનગઢ પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતા બજારોમાં સેનેટાઈઝરની પ્રક્રિયા હાથ ધરાઈ
- થાનગઢ પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતા બજારો સેનેટાઈઝર કરાઇ હતી.
- થાનગઢ પંથકમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણના કેસો વધતા લોકોની ચિંતામાં વધારો થવા પામ્યો છે.
- બજારો બંધ હોવાથી પાલિકા વિભાગની ટીમ દ્વારા શહેરમાં સેનેટાઈઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
થાનગઢ પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતા બજારો સેનેટાઈઝ કરાઇ હતી. થાનગઢ પંથકમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણના કેસો વધતા લોકોની ચિંતામાં વધારો થવા પામ્યો છે. ત્યારે નગરપાલિકાના પ્રમુખ નીનાબેન ડોડીયા દ્વારા સોમવારે ચા-પાણી, નાસ્તા હાઉસ, ભજીયાવાળા તેમજ અન્ય વેપારીઓને સ્વૈચ્છિક પોતાના ધંધા-રોજગાર બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર શૈક્ષિક મહાસંઘનાં મહામંત્રીએ દિકરી દત્તક લીધી
ત્યારે આ બાબતે વેપારીઓએ તેઓને ટેકો આપીને સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા-રોજગાર બંધ કરીને બંધ પાડયો હતો. ત્યારે આ બજારો બંધ હોવાથી પાલિકા વિભાગની ટીમ દ્વારા શહેરમાં સેનેટાઈઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફાયરની મદદથી વિસ્તારોને સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા.