વઢવાણ સુરેન્દ્રનગરની મહેતા માર્કેટ આગામી તા.30 એપ્રિલ સુધી અડધો દિવસ બંધ રાખવા વેપારીઓએ સ્વયંભૂ નિર્ણય લીધો
- સુરેન્દ્રનગરની સૌથી મોટી મનાતી મહેતા માર્કેટ આગામી તારીખ 30 એપ્રિલ સુધી અડધો દિવસ સ્વયંભૂ બંધ પાળશે.
- સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે.
સુરેન્દ્રનગરની સૌથી મોટી મનાતી મહેતા માર્કેટ આગામી તારીખ 30 એપ્રિલ સુધી અડધો દિવસ સ્વયંભૂ બંધ પાળશે. સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે આ સંક્રમણ ઘટાડવાના ભાગરૂપે કેટલાક ગ્રામ્ય વિસ્તારો, તાલુકા વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં જેવી સ્થિતિ ઊભી થવા પામી છે.
ત્યારે સુરેન્દ્રનગરની સૌથી મોટી મનાતી મહેતા માર્કેટમાં પણ કોરોનાના કેસોને ધ્યાને રાખીને વેપારી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી, કોરોનાના પ્રશ્ન અંગે કરી રજુઆત
જેમાં વેપારીઓએ આગામી તારીખ 30 એપ્રિલ સુધી બપોરના ત્રણ વાગ્યા સુધી ધંધા-રોજગાર ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમ છતાં કોઈ દુકાનદાર કે વેપારી આ નિયમનું પાલન નહીં કરે તો તોપવાળા મેલડી માતાના લાભાર્થી રૂપિયા 1000નો દંડ પણ આપવાની વેપારી આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે.
થાનગઢ ખાતે રાત્રીના સમયે બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે વિશાળ બાઇક રેલી યોજાઇ