થાનગઢના વિજળીયા ગામે યુવક પર હૂમલો
- થાનગઢ તાલુકાના વિજળીયા ગામે છેલ્લા ઘણા સમયથી શાંતિ સ્થપાઈ હતી.
- છ જેટલા માણસોએ ધારિયા, લોખંડના પાઈપ સહિત ધાતક હથિયારો વડે હૂમલો કરી હાથે-પગે ઈજાઓ પહોંચાડી હતી.
થાનગઢ તાલુકાના વિજળીયા ગામે છેલ્લા ઘણા સમયથી શાંતિ સ્થપાઈ હતી. એવામાં વિજળીયા ગામના રમેશભાઈ ગેલાભાઈ જોગરાણા પોતાનું બાઈક લઈને ખેતરે પશુઓ માટે ઘાસચારો લેવા માટે જઈ રહ્યો હતો. એ વખતે વિજળીયા ગામના તેજાભાઈ ધરેજીયાની દુકાન પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે છ જેટલા માણસોએ ધારિયા, લોખંડના પાઈપ સહિત ધાતક હથિયારો વડે હૂમલો કરી હાથે-પગે ઈજાઓ પહોંચાડી હતી. આ માણસોએ રામાભાઇ વિઠ્ઠલભાઈ જોગરાણાને માથાના ભાગે લાકડીના ઘા કરતા ગંભીર હાલતમાં સારવાર માટે દવાખાને ખસેડેલ.
ઝીંઝુવાડાની શાળાને ઐતિહાસિક દરવાજો આપી વિકસાવવામાં આવે તેવી માંગ
થાનગઢ પોલીસ સ્ટેશનમાં વિજળિયા ગામના
અરવિંદ પેમાભાઇ સારદીયા
કમા રઘાભાઈ
વિના મયાભાઇ
ભીમા ભલાભાઇ
વિના ખીમાભાઇ પંડિત
અને નવઘણ બેચરભાઈ સહિત છ માણસો સામે ફરિયાદ નોંધાવેલ છે.